8 જુલાઈ સુધી ગુપ્ત નવરાત્રિ:લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ કે નવા કામની શરૂઆત કરવા ભડલી નોમ શ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 8 જુલાઈના રોજ અષાઢ નોમ છે. જેને ભડલી નોમ કહેવામાં આવે છે. જો લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અથવા નવા કામની શરૂઆત કરવા ઇચ્છો છો તો આ શુભ કામ માટે ભડલી નોમ વણજોયું મુહૂર્ત રહે છે. આ દિવસે મુહૂર્ત જોયા વિના જ માંગલિક કાર્યો કરી શકાય છે. આ તિથિએ અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ પૂર્ણ થઈ જશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભડલી નોમ પછી 10 જુલાઈએ દેવશયની એકાદશી છે. તે પછી નવેમ્બરમાં દેવઊઠી એકાદશી સુધી બધા જ માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત રહેશે નહીં. દેવઊઠી એકાદશી પંચાંગ ભેદના કારણે 4 અને 5 નવેમ્બરના રોજ રહેશે.

શુક્રવાર અને ભડલી નોમના યોગમાં આ શુભ કામ કરો
ગુપ્ત નવરાત્રિના છેલ્લાં દિવસે એટલે ભડલી નોમે ગણેશજી, શિવજી અને દેવી પાર્વતીની ખાસ પૂજા કરવી જોઇએ. ઘરના મંદિરમાં કે કોઈ અન્ય મંદિરમાં શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. પંચામૃત અર્પણ કરો અને તે પછી ફરીથી જળ ચઢાવો. બીલીપાન, હાર-ફૂલ, આંકડાના ફૂલ, ધતૂરો વગેરે પૂજન સામગ્રી ચઢાવો. દીવો પ્રગટાવો અને ૐ ઉમામહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ.

પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને છત્રી, વસ્ત્ર, ધન અને અનાજનું દાન કરવું જોઈએ। કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો.

પતિ-પત્નીએ એકસાથે શિવજી અને દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને પ્રેમ જળવાયેલો રહે છે.

નવેમ્બરમાં દેવઊઠી એકાદશી સુધી બધા જ માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત રહેશે નહીં
નવેમ્બરમાં દેવઊઠી એકાદશી સુધી બધા જ માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત રહેશે નહીં

દેવશયની એકાદશીથી દેવઊઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ આરામ કરે છે
દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ક્ષીર સાગરમાં વિશ્રામ કરે છે. વિષ્ણુજી દેવઊઠી એકાદશીએ વિશ્રામથી જાગે છે. ત્યારે શિવજી સૃષ્ટિનું સંચાલન કરે છે. વિષ્ણુજી વિશ્રામમાં રહે છે, આ કારણે આ દિવસોમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી, કેમ કે માન્યતા છે કે વિષ્ણુજીની હાજરી વિના કોઈપણ શુભ કામ સફળ થઈ શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...