શિવપૂજામાં આ બાબતોનું ધ્યાન રાખો:શિવલિંગ નિરાકાર હોય છે; તેના ખંડિત થઈ ગયા પછી પણ તેની પૂજા કરી શકાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિવપૂજાને સમર્પિત મહિનો શ્રાવણ 29 જુલાઈથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ વર્ષે શ્રાવણમાં પૂનમ બે દિવસ રહેશે. આ કારણે 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઊજવવામાં આવશે અને બીજા દિવસે 12 ઓગસ્ટના રોજ સ્નાન-દાન-પુણ્યની પૂનમ રહેશે. 12 ઓગસ્ટની બપોરે 2.30 વાગ્યા સુધી શ્રાવણ મહિનાના વદ પક્ષની પહેલી તિથિ શરૂ થઈ જશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શ્રાવણ મહિનામાં શિવપૂજા કરવાની પરંપરા છે. ઘણાં લોકો ઘરમાં જ શિવલિંગ સ્થાપિત કરે છે અને પૂજા કરે છે. જે લોકોના ઘરમાં શિવલિંગ સ્થાપિત છે, તે લોકોએ થોડી ખાસ વાતો હંમેશાં ધ્યાન રાખવી જોઈએ.

શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ રાખવું નહીં
શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ રાખવું નહીં

ઘરમાં કેટલું મોટું શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ
જો ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવાનું ઇચ્છો છો તો શિવલિંગના આકાર અંગે ખાસ ધ્યાન આપવું જોઈએ. મોટું શિવલિંગ માત્ર મંદિરોમાં જ સ્થાપિત કરવું જોઈએ, ઘર માટે નાનું શિવલિંગ શુભ રહે છે. શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ રાખવું નહીં. શિવલિંગ સાથે જ ગણેશજી, દેવી પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની નાની પ્રતિમા પણ રાખવી જોઈએ. શિવ પરિવારની પૂજા એકસાથે કરવાથી પૂજાનું ફળ જલ્દી મળી શકે છે.

ઘરના મંદિરની આસપાસ સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રોજ સવાર-સાંજ શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. પૂજા કરો. બીલીપત્ર ચઢાવો. ભગવાનને દરરોજ ભોગ ધરાવો.

રોજ સવાર-સાંજ શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો જોઇએ
રોજ સવાર-સાંજ શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો જોઇએ

જો શિવલિંગ ખંડિત થઈ જાય તો શું કરવું જોઈએ?
શિવલિંગને શિવજીનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. શિવલિંગનો કોઈ ખાસ આકાર હોતો નથી. જો શિવલિંગ ખંડિત થઈ જાય, ત્યારે પણ તે પૂજનીય હોય છે, તેની પૂજા કરતા રહેવું જોઈએ. ધ્યાન રાખો કે શિવજીની મૂર્તિ ખંડિત થઈ જાય તો તેને મંદિરમાંથી કાઢી લેવી જોઈએ. ખંડિત મૂર્તિની પૂજા કરવી નહીં.

9 થી 10 મહિનાની અંદર પારદ શિવલિંગ તૈયાર થાય છે
9 થી 10 મહિનાની અંદર પારદ શિવલિંગ તૈયાર થાય છે

ઘરમાં નાનું પારદ શિવલિંગ રાખવું જોઈએ
પારદ શિવલિંગ એટલે પારાથી બનેલું શિવલિંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પારામાથી શિવલિંગ બનાવવાનું કામ સરળ નથી. તેમા ખૂબ જ મહેનત લાગે છે અને સમય પણ વધારે લાગે છે. સૌથી પહેલા પારાને સાફ કરવામાં આવે છે. તેના માટે અષ્ટ-સંસ્કાર કરવામાં આવે છે. અનેક ઔષધીઓ મિક્સ કરીને તરલ પારાનું બંધન કરવામાં આવે છે એટલે કે તેને ઠોસ કરવામાં આવે છે. અષ્ટ સંસ્કારમાં લગભગ 6 મહિના લાગે છે. તે પછી અન્ય પ્રક્રિયામાં 2-3 મહિનાનો સમય લાગી જાય છે, ત્યારે પારામાંથી શિવલિંગ બનીને તૈયાર થાય છે.