• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Beginning Of Auspicious Time: On January 14, Sun Will Change Its Zodiac Sign And Kharmas Will End, Auspicious Work Will Start From 15th

ધનારક કમુરતાં પૂરાં થશે:14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે; 15મીથી શુભ કાર્યો માટે મુહૂર્ત મળશે, 15 માર્ચથી ફરી કમુરતાં શરૂ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 જાન્યુઆરી, શનિવારની રાતે લગભગ 9 વાગે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ 15 ડિસેમ્બરથી ચાલી ચાલી રહેલો ધનુર્માસ પૂર્ણ થઈ જશે. હવે રવિવારથી ગૃહ પ્રવેશ, સગાઈ, લગ્ન અને અન્ય માંગલિક કાર્યો માટે મુહૂર્ત શરૂ થઈ જશે.

જ્યારે સૂર્ય ગુરુની રાશિ એટલે ધન અને મીનમાં હોય છે ત્યારે લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, મુંડન અને અન્ય માંગલિક કાર્ય માટે મુહૂર્ત હોતા નથી. વર્ષમાં આ સ્થિતિ બે વખત બને છે. પહેલી, ડિસેમ્બર-જાન્યુઆરીમાં. બીજી, માર્ચ-એપ્રિલમાં. પરંતુ આ દિવસોમાં વ્રત, પૂજા-પાઠ અને દરેક પ્રકારની ખરીદી કરી શકાય છે. જોબ-બિઝનેસ કે કામકાજમાં નવી શરૂઆત પણ કરી શકાય છે.

14 જાન્યુઆરી સુધી ધનુર્માસ
દર વર્ષે જ્યારે 14-15 ડિસેમ્બરે સૂર્ય ધનરાશિમાં આવે છે. ત્યારે ધનુર્માસની શરૂઆત થઈ જાય છે. જે મકર સંક્રાંતિ સુધી ચાલે છે. આ એક મહિનામાં માંગલિક કાર્યો માટે મુહૂર્ત હોતા નથી.

15 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે જેથી મીનરક કમુરતાં શરૂ થશે
15 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે જેથી મીનરક કમુરતાં શરૂ થશે

હવે 15 માર્ચથી મીનારક કમુરતાં શરૂ
જ્યારે સૂર્ય ગુરુની રાશિ એટલે મીનમાં આવી જાય છે ત્યારે મીન માસની શરૂઆત થાય છે. જે ધનુર્માસ સમાન જ હોય છે. આ સમયગાળો 14-15 માર્ચથી શરૂ થઈને 14-15 એપ્રિલ સુધી રહેશે. આ એક મહિના દરમિયાન કોઈપણ શુભ કાર્ય થઈ શકતાં નથી.

આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ અને વસંત પંચમી
14 જાન્યુઆરીએ ધનુર્માસ પૂર્ણ થવાની સાથે જ મકર સંક્રાંતિ પર્વ ઊજવાશે. આ દિવસે ઉત્તરાયણ શરૂ થઈ જશે. આ પવિત્ર પર્વ પછી મોક્ષ આપનારી ષટતિલા એકાદશી 18 તારીખના રોજ રહેશે. બે દિવસ પછી જ શનિવારે મૌની અમાસ રહેશે. જે પિતૃઓને મોક્ષ આપનાર પર્વ હોય છે. તેના બીજા દિવસથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ જશે. જે દેવીની ગુપ્ત આરાધનાનું પર્વ છે. તેમાં પાંચમાં દિવસે, 16 જાન્યુઆરીએ વસંત પંચમીનું પર્વ ઊજવાય છે. આ દિવસે સંસારને બુદ્ધિ અને જ્ઞાન આપનારી દેવી સરસ્વતીની મહા પૂજા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...