તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોષ મહિનાની એકાદશી:તલનો 6 પ્રકારે ઉપયોગ થવાના કારણે જ આ એકાદશીને ષટતિલા એકદાશી કહેવામાં આવે છે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ષટતિલા વ્રત ખાસ છે, આ દિવસે તલનો ઉપયોગ કરવાથી બીમારીઓથી બચી શકાય છે

રવિવાર, 7 ફેબ્રુઆરીએ પોષ મહિનાના વદ પક્ષની ષટ્તિલા એકાદશી છે. આ દિવસે તલનું સેવન કરવું, તેનું દાન કરવું અને પૂજામાં તેનો ઉપયોગ કરવાની પરંપરા છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના એકાદશી મહાત્મ્યમાં આ એકાદશી વ્રતનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. મહાભારતમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ એકાદશીએ તાંબાના લોટામાં તલ રાખીને દાન કરવાથી અનેક યજ્ઞોનું ફળ મળે છે. પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે આ દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે.

છ પ્રકારે તલનો ઉપયોગઃ-
1. તલના તેલથી શરીરની માલિશ કરવામાં આવે છે.

2. પાણીમાં તલ નાખીને નાહવામાં આવે છે.

3. તલ મિક્સ કરેલું પાણી પીવામાં આવે છે.

4. તલથી બનેલી મીઠાઈ ખાવામાં આવે છે.

5. તલથી હવનમાં આહુતિઓ આપવામાં આવે છે.

6. માત્ર તલ અથવા તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.

ષટતિલા એકાદશીએ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું, તલનું ઉબટન લગાવવું, તલ મિક્સ કરીને પાણી પીવું અને તલ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઠંડીના કારણે થતી બીમારીઓથી પણ બચી શકાય છે. ઉબટન અને તલના પાણીથી સ્નાન કરવાથી ત્વચા સારી રહે છે. તલનું દાન અને તેનાથી હવન કરવાનું ખાસ મહત્ત્વ છે.

વ્રત અને પૂજા વિધિઃ-

  • એકાદશીએ સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સાફ કપડા પહેરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે બેસીને વ્રતનો સંકલ્પ લો.
  • વ્રત કરનાર વ્રતીએ આખો દિવસ અનાજનું સેવન કરવું નહીં. જો તે શક્ય ન હોય તો એક સમયે ફળાહાર કરી શકો છો. તે પછી ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરો.
  • પૂજા કોઇ બ્રાહ્મણ પાસે કરાવવી જોઇએ. ભગવાન વિષ્ણુની મૂર્તિને પંચામૃતથી નવડાવો. પૂજા કરતી સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરો.
  • ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ અને તલનો નેવેદ્ય ધરાવો અને દીવો પ્રગટાવો.
  • તે પછી વ્રતની કથા સાંભળો. બીજા દિવસે એટલે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન આપીને આશીર્વાદ પ્રાપ્ત કરો.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો