તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહા પૂર્ણિમા:માઘી પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી માધવ પ્રસન્ન થાય છે, ધન, સંતાન અને મોક્ષના આશીર્વાદ આપે છે

7 મહિનો પહેલા

હિંદુ ધર્મમાં પૂર્ણિમા તિથિને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે ત્યાં જ મહા મહિનાની પૂર્ણિમા તિથિ 27 ફેબ્રુઆરી, શનિવારના દિવસે આવી રહી છે. આ તિથિને ખાસ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે મહા મહિનાની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરનાર જાતકો ઉપર ભગવાન માધવ પ્રસન્ન થાય છે અને તેમને સુખ-સૌભાગ્ય, ધન, સંતાન અને મોક્ષના આશીર્વાદ આપે છે.

મહા મહિનાની પૂર્ણિમાના દિવસે દાન, હવન, વ્રત અને જાપ કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે થોડા કામ કરી શકાય છે. આ કાર્યો દ્વારા શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે અને જાતકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવી શકે છે.

પૂર્ણિમાની રાતે દેવી માતા લક્ષ્મીનું સ્વાગત કરવા માટે પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરીને તુલસીનો ભોગ, દીવો અને જળ અર્પણ કરવું. આવું કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થઇ જાય છે. આ સિવાય પૂર્ણિમાએ લક્ષ્મી મંત્રનો જાપ પણ કરવો જોઇએ.

માનસિક શાંતિ માટે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમયે ચંદ્રને કાચા દૂધમાં ખાંડ અને ચોખા મિક્સ કરીને ઓમ સ્રાં સ્રીં સ્રૌં સઃ ચન્દ્રમસે નમઃ અથવા ઓમ એં ક્લીં સોમાય નમઃ મંત્રનો જાપ કરીને અર્ઘ્ય આપવું જોઇએ.

આવું કરવાથી તમારી માનસિક સમસ્યાઓ દૂર થઇ જાય છે. પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી પ્રતિમા ઉપર 11 કોડી ચઢાવીને ચંદનનું તિલક કરવું. બીજા દિવસે આ કોડીઓને એક લાલ કપડામાં બાંધીને તમે જ્યાં તમારું ધન રાખો છો ત્યાં રાખી દેવી જોઇએ. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી.

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મહા મહિનાની પૂનમના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. મહા પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન તલ અર્પણ કરવા જોઇએ.

માન્યતા પ્રમાણે મહા પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રીવિષ્ણુને તલ ચઢાવવાથી અને દાન આપવાથી પાપમાંથી મુક્તિ મળી શકે છે. આ દિવસે ગીતા અને રામાયણનો પાઠ કરવો ઉત્તમ રહે છે. આવું કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. ધન-ધાન્યની ખોટ પડતી નથી.

મહા પૂર્ણિમાએ દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે એટલે આ દિવસે ભક્તોએ તેમની શક્તિ પ્રમાણે દાન કરવું જોઇએ. આ દિવસે અનાજ, વસ્ત્ર અથવા ધનનું દાન આપવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.