• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Bath Donation Festival Today: Offering Arghya To The Sun On Scorpio Sankranti Increases Age, Performing Shradh On This Day The Ancestors Are Satisfied

આજે સ્નાન-દાનનું પર્વ:વૃશ્ચિક સંક્રાંતિએ સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર મળે છે, આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કર્મચારીઓ માટે આ સંક્રાંતિ શુભ રહેશે, મોંઘવારી અને બીમારીઓનું સંક્રમણ વધવાની શક્યતા છે

16 નવેમ્બર એટલે આજે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આજે વૃશ્ચિક સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. દર વર્ષે આ પર્વ હિંદુ કેલેન્ડર પ્રમાણે કારતક કે માગશર મહિનામાં આવે છે. આ રાશિ પરિવર્તનમાં એટલે સંક્રાંતિ પર્વમાં સવારે જલ્દી જાગીને સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે દર મહિને આવતા સંક્રાંતિ પર્વમાં તીર્થ સ્નાન અને દાન સાથે જ સૂર્ય પૂજા કરવાથી ઉંમર વધે છે અને બીમારીઓ પણ દૂર થઈ જાય છે. વેદોમાં સૂર્યને પ્રત્યેક્ષ દેવતા કહેવામાં આવે છે. હવે 15 ડિસેમ્બર સુધી સૂર્ય વૃશ્ચિક રાશિમાં રહેશે.

દાન સાથે પિતૃઓનું પણ પર્વ
સંક્રાંતિના દિવસે તીર્થ સ્નાન અને દાનનું ખાસ મહત્ત્વ હોય છે. એટલે આ દિવસે કપડાં, ખાનપાન અને જરૂરિયાતની સામગ્રીનું દાન કરવાની પરંપરા છે. વૃશ્ચિક સંક્રાંતિના દિવસે સંક્રમણ સ્નાન, ભગવાન વિષ્ણુની પૂજાનું પણ ખાસ મહત્ત્વ હોય છે. આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે. વૃશ્ચિક સંક્રાંતિએ પુણ્યકાળમાં કરવામાં આવતા દાનનું અનેકગણું શુભ ફળ મળે છે. તેમાં અનેક પ્રકારની સામગ્રીનું દાન કરવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

વૃશ્ચિક સંક્રાંતિએ પુણ્યકાળમાં કરવામાં આવતા દાનનું અનેકગણું શુભ ફળ મળે છે
વૃશ્ચિક સંક્રાંતિએ પુણ્યકાળમાં કરવામાં આવતા દાનનું અનેકગણું શુભ ફળ મળે છે

અર્ઘ્ય અને પૂજન વિધિ

  • સૂર્યોદય પહેલાં જાગીને સૂર્યદેવની પૂજા કરવી જોઇએ.
  • પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવો.
  • નાળાછડી, હળદર અને સિંદૂર મિશ્રિત જળથી સૂર્યદેવને અર્ઘ્ય આપો.
  • લાલ દીવો એટલે ઘીમાં લાલ ચંદન મિક્સ કરીને દીવો પ્રગટાવો.
  • ભગવાન સૂર્યને લાલ ફૂલ ચઢાવો.
  • ગૂગળનું ધૂપ કરો, નાળાછડી, કેસર, સિંદૂર વગેરે ચઢાવવાં જોઇએ.
  • ગોળના બનેલા હલવાનો ભોગ ધરાવો અને લાલ ચંદનની માળાથી ૐ દિનકરાય નમઃ મંત્રનો જાપ કરો.
  • પૂજન પછી નૈવેદ્ય ધરાવો અને એને પ્રસાદ સ્વરૂપમાં વહેંચો.
આ 30 દિવસોમાં સૂર્યને જળ ચઢાવવાથી ઉંમર વધશે અને બીમારીઓ દૂર થશે
આ 30 દિવસોમાં સૂર્યને જળ ચઢાવવાથી ઉંમર વધશે અને બીમારીઓ દૂર થશે

વૃશ્ચિક સંક્રાંતિનું ફળ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સરકાર અને સરકારી કર્મચારીઓ માટે આ સંક્રાંતિ શુભ રહેશે. વસ્તુઓની કિંમત અને મોંઘવારી વધી શકે છે. અનેક લોકોને સ્વાસ્થ્યને લગતી પરેશાની થઈ શકે છે. ઠંડી વધશે. ઉધરસ-તાવ અને બીમારીઓનું સંક્રમણ પણ ચાલતું રહેશે. પાડોસી દેશો સાથે તણાવની સ્થિતિ બની શકે છે. મંગળની રાશિમાં સૂર્ય આવી જવાથી 15 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે કષ્ટપૂર્ણ સમય સાબિત થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સૂર્યની અશુભ અસર જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...