તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વસંતપંચમી:આખો દિવસ પાંચમ તિથિ અને સરસ્વતી યોગ રહેશે, આ સમયગાળામાં પૂજા કરવી શુભફળદાયી રહેશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીળાં કપડાં પહેરીને કેસર કે ચંદનનું તિલક લગાવો, દેવી સરસ્વતીની પૂજામાં પણ આ રંગનાં ફૂલ અને મીઠાઈ ચઢાવો

આજે વસંતપંચમી પર્વ ઊજવવામાં આવી રહ્યું છે. આ પર્વમાં તિથિ, વાર અને ગ્રહ-નક્ષત્ર મળીને કુલ 8 શુભ યોગ બની રહ્યા છે. આ સિવાય સરસ્વતી યોગ પણ બની રહ્યો છે, જેમાં દેવી શારદાની પૂજા કરવી વિશેષ શુભ રહેશે. આ પર્વમાં બની રહેલા શુભ સંયોગમાં દેવી સરસ્વતીની પૂજા કરવી શુભ રહેશે. ત્યાં જ ખરીદદારી, સ્કૂલ, કોચિંગ ક્લાસ, નવી દુકાન અને શોરૂમની શરૂઆતમાં પૂજા અને માંગલિક કામ પણ કરી શકાય છે.

આ દિવસ સરસ્વતી પૂજા સિવાય ભગવાન વિષ્ણુ અને કામદેવની પણ પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીના દિવસે નવી વિદ્યા, કળા, સંગીત વગેરે શીખવા માટે સૌથી સારો સમય માનવામાં આવે છે. નાનાં બાળકોનો અભ્યાસ પણ આ દિવસે જ શરૂ કરવામાં આવે છે. આ દિવસે ગૃહ પ્રવેશ કે નવું મકાન બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, વસંતપંચમીના દિવસે કામદેવ પત્ની રતિ સાથે ધરતી ઉપર આવીને દરેક જગ્યાએ પ્રેમ સંચાર કરે છે.

વસંતપંચમી 2021 મુહૂર્તઃ-
આજે પંચમી તિથિ સવારે 4 વાગ્યાથી શરૂ થઇ રહી છે, જે બીજા દિવસે એટલે 17 ફેબ્રુઆરીએ સવારે લગભગ સાડા 5 વાગ્યા સુધી રહેશે. એવામાં વસંતપંચમી પર્વ આજે આખો દિવસ ઊજવવામાં આવશે. દેવી સરસ્વતીની પૂજા સાથે જ દરેક પ્રકારનાં શુભ અને માંગલિક કાર્યો માટે આજે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય મળશે. એના માટે કોઇપણ પ્રકારના લગ્ન કે ચોઘડિયા મુહૂર્ત જોવાની જરૂરિયાત નથી, કેમ કે આ પર્વ વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે.

સરસ્વતી યોગઃ વિદ્યાનો અભ્યાસ અને પૂજા માટે શુભઃ-
આજે મકર રાશિમાં બુધ, ગુરુ અને શુક્રની યુતિ સાથે સરસ્વતી યોગ બની રહ્યો છે, જે સવારે 9:45થી 11:15 સુધી અને બપોરે 3:10થી સાંજે 4:40 સુધી રહેશે. આજે 90-90 મિનિટના આ 2 મુહૂર્તમાં વિદ્યારંભ સંસ્કાર અને દેવી સરસ્વતીની પૂજા કરવાથી વિશેષ શુભ ફળ મળશે.

સરસ્વતી પૂજામાં પીળાં ફૂલ અને મીઠાઈઃ-
આજે સ્નાન પછી પીળાં કે સફેદ રંગનાં કપડાં પહેરવા જોઇએ. એ પછી શ્રદ્ધા પ્રમાણે જે પણ વસ્તુ હાજર હોય એનાથી દેવી સરસ્વતીની પૂજા કરવી જોઇએ. આ દરમિયાન દેવીને કેસરનો ચાંદલો કરવો. પીળા રંગના ફૂલ અને મીઠાઈ જરૂર ચઢાવવાં જોઇએ. કેસરથી બનેલી ખીરનો ભોગ પણ ધરાવવામાં આવે છે. સ્વયં પણ કેસર કે પીળા ચંદનનો ચાંદલો લગાવો અને પીળાં કપડાં પહેરો.

વસંતપંચમીએ શું કરવું અને શું નહીંઃ-

  • દેવી સરસ્વતી જ્ઞાન, ગીત-વાદન અને બુદ્ધિની અધિષ્ઠાતા છે. આ દિવસે વિદ્યાર્થીઓએ પુસ્તક અને ગુરુ સાથે અને કલાકારોએ પોતાનાં વાદ્ય યંત્રો સાથે તેમની પૂજા કરવી જોઇએ.
  • નવું કામ કરવું શુભ હોય છે, એટલે વાહન ખરીદદારી, નવો બિઝનેસ શરૂ કરવો અને માંગલિક કામ કરવામાં આવે છે
  • અભ્યાસ શરૂ કરવા માટે વસંતપંચમીનો દિવસ ખાસ માનવામાં આવે છે, એટલે આ દિવસોમાં બાળકોના અભ્યાસની શરૂઆત કરવી જોઇએ.
  • જો બાળક 6 મહિનાનું થઇ ગયું છે તો અન્નપ્રાશન સંસ્કાર એટલે પહેલીવાર અનાજ આ દિવસે જ ખવડાવવું જોઇએ.
  • વિદ્યા અને જ્ઞાન વધારવા માટે આ દિવસે ગરીબ બાળકોને પુસ્તક, કલમ અને અભ્યાસ માટે જરૂરી વસ્તુઓ વહેંચવી જોઇએ.
  • ગુરુ અને માતા-પિતાનું અપમાન ન કરો. અસત્યથી બચવું અને વાતચીતમાં ગંદી ભાષાનો ઉપયોગ ન કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો