આજે વસંત પંચમીએ 8 શુભયોગ:વણજોયું મુહૂર્ત હોવાથી ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે આખો દિવસ શુભ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વસંત પંચમીએ ઘરેણાં, પ્રોપર્ટી, વાહન, ફર્નીચર અને અનેક જરૂરી વસ્તુઓની ખરીદદારી કરવાની પરંપરા છે

આજે મહા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિ છે. એટલે વસંત પંચમી પર્વ ઊજવવામાં આવી રહ્યો છે. આ તિથિ જ એક મોટું શુભ મુહૂર્ત છે. સ્વંય સિદ્ધ મુહૂર્ત હોવાથી આજે દરેક પ્રકારના નવા કામની શરૂઆત સાથે જ શુભ અને માંગલિક કામ કરવામાં આવે છે. સાથે જ આખો દિવસ 8 શુભ યોગ રહેશે. તેમાં 5 રાજયોગ અને 3 અન્ય શુભ યોગ સામેલ છે. એટલે દરેક પ્રકારની ખરીદદારી કરવા માટે આજે સૌથી સારો દિવસ છે. આજે ચંદ્ર પણ મીન રાશિમાં રહેશે. જેથી વિદ્યાની શરૂઆત માટે આખો દિવસ શુભ રહેશે.

8 શુભયોગમાં નવી શરૂઆત કરવી શુભઃ-
આજે પંચમી તિથિ આખો દિવસ-રાત રહેવાથી અહર્નિશ યોગ બની રહ્યો છે. વસંત પંચમી સ્વંય સિદ્ધ મુહૂર્ત છે. આ દિવસે કરેલાં કાર્યોમાં સફળતા ચોક્કસ મળે છે. આજે સૂર્યોદય સમયે કેદાર, વેશિ, વસુમતિ, વિમલ અને સરસ નામના 5 રાજયોગ બની રહ્યા છે. સાથે જ, રાતે લગભગ 8 વાગે સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિયોગ પણ શરૂ થઇ જશે. આ પ્રકારે નવી નોકરી, બિઝનેસ અથવા કોઇપણ જરૂરી અને ખાસ કામની શરૂઆત માટે આખો દિવસ શુભ રહેશે.

માંગલિક કાર્યો અને ખરીદદારી માટે શુભ મુહૂર્તઃ-
વસંત પંચમીને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. એટલે આ દિવસ દરેક પ્રકારના માંગલિક અને શુભ કામ વિના કોઇ મુહૂર્ત જોયા વિના કરવામાં આવે છે. એટલે બાળકોને અન્નપ્રાશન અને વિદ્યારંભ સંસ્કાર પણ આ દિવસે કરવામાં આવે છે. સાથે જ, આ પર્વમાં ઘરેણાં, પ્રોપર્ટી, વાહન, ફર્નીચર અને અનેક પ્રકારની ખરીદદારી કરવાની પરંપરા છે. વિદ્વાનો પ્રમાણે આ દિવસે કરવામાં આવતી ખરીદદારી સુખ અને સમૃદ્ધિ આપનાર હોય છે. આ દિવસે કરવામાં આવતાં રોકાણથી આવનાર દિવસોમાં મોટો ફાયદો મળવાની શક્યતા રહે છે.

વસંત પંચમી એટલા માટે જ વણજોયું મુહૂર્ત છેઃ-
હિંદુ પંચાંગમાં તિથિઓને પંચ ભાગમાં વહેંચવામાં આવી છે. નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા. તેમાં પાંચમ, દશમ અને પૂનમને પૂર્ણા તિથિ કહેવામાં આવે છે. એટલે આ તિથિઓમાં કરવામાં આવતાં કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધારે રહે છે. એટલ તેમને દરેક કામમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે વસંત પંચમીને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. કેમ કે, આ દિવસે કોઇ મુહૂર્ત જોયા વિના પણ કામ પૂર્ણ થાય છે. એટલે આ દિવસે પૂજા-પાઠ, ખરીદદારી અને લગ્ન જેવા માંગલિક કામ કરવામાં આવે છે.