તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વસંત પંચમી:વસંત પંચમીના દિવસે રાગ વસંત ગાવામાં આવે છે, ક્યારેય પાંચમ તિથિથી વસંત ઋતુ શરૂ થઇ નથી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે સૂર્ય મીન રાશિમાં આવે છે તે પછી વસંત ઋતુ આવે છે, આ વર્ષે 14 માર્ચથી આ ઋતુ શરૂ થશે

મહા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ વસંત પંચમીનો પર્વ ઊજવવામાં આવે છે. જેને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે, આ દિવસે દેવી સરસ્વતીનું પ્રાકટ્ય થયું હતું. એટલે તેમની પૂજા કરવામાં આવે છે. આ પર્વને વાગીશ્વરી જયંતી તરીકે પણ ઊજવવામાં આવે છે. વાગીશ્વરી પણ દેવી સરસ્વતીનું જ નામ છે. આ વખતે 16 ફેબ્રુઆરી, મંગળવારે પંચમ તિથિ આખો દિવસ અને આખી રાત હોવાથી અહર્નિશ યોગ બની રહ્યો છે. એવામા દેવી સરસ્વતીની પૂજા અને નવા કામની શરૂઆત કરવી શુભ રહેશે.

વસંત રાગથી વસંત પંચમી બને છેઃ-
મહા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિથી વાતાવરણમાં ફેરફાર શરૂ થઇ જાય છે અને પ્રકૃતિ વસંત ઋતુ તરફ આગળ વધવા લાગે છે. વસંતની શરૂઆત થવાને કારણે આ દિવસે વસંત રાગ ગાવાની શરૂઆત થઇ. શાસ્ત્રીય સંગીતમાં આ રાગને ગાવાથી અને સાંભળવાથી ઉમંગ, ઉલ્લાસ અને સુખ અનુભવ થાય છે. જેનાથી મન શાંત રહે છે અને યાદશક્તિ પણ વધે છે. શાસ્ત્રીય સંગીત ગાયિકા ડો. ઋચા વર્મા પ્રમાણે મહા સુદ પક્ષની પાંચમ તિથિથી વસંત રાગ ગાવાની શરૂઆત થવાથી જ તેને વસંત પંચમી કહેવામાં આવે છે. આ એક જ આવો રાગ છે જે ઋતુના આવતાં પહેલાં જ ગીત ગાવાનું શરૂ કરવામાં આવે છે, બાકી અન્ય રાગ ઋતુઓની શરૂઆત થાય ત્યારે જ ગાવામાં આવે છે.

થોડાં સંગીત ગ્રંથો પ્રમાણે વસંત રાગ પંચવક્ત્ર શિવ એટલે પંચમુખી શિવના પાંચમા મુખથી પ્રકટ થયો છે. જે શ્રીપંચમી એટલે વસંત પંચમીથી હરિશયની એકાદશી(જૂન-જુલાઈ) સુધી ગાવામાં આવે છે. પરંતુ સંગીત દામોદર ગ્રંથ પ્રમાણે તેને માત્ર વસંત ઋતુમાં જ ગાવો જોઇએ.

વસંત પંચમી 16 ફેબ્રુઆરીએ પરંતુ વસંત ઋતુ 14 માર્ચથી શરૂઃ-
વસંત પંચમી દેવી સરસ્વતીનો પ્રાકટ્ય ઉત્સવ છે. આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થતી નથી. પરંતુ આ પર્વ માતા સરસ્વતીની પૂજા માટે છે. કાશીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે જ્યારે સૂર્ય મીન રાશિમા આવે છે તે પછી વસંત ઋતુ આવે છે. તેમણે જણાવ્યું કે છેલ્લાં હજારો વર્ષોમાં વસંત પંચમીએ ક્યારેય વસંત ઋતુ શરૂ થઇ નથી. આ દિવસે દેવી સરસ્વતી પ્રકટ થયાં હતાં. એટલે તેને શ્રી પંચમી કહેવામાં આવે છે.

સરસ્વતી પ્રાકટ્યઃ-
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની પહેલી તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી. ભગવાન બ્રહ્માએ જ્યારે સંસારની રચના કરી ત્યારે વૃક્ષ-છોડ અને જીવ-જંતુને બધું જ દેખાઇ રહ્યું હતું, પરંતુ તેમને કોઇ વસ્તુની ખામી અનુભવ થઇ રહી હતી. આ ખામીને પૂર્ણ કરવા માટે તેમણે પોતાના કમંડળમાંથી જળ લઇને છાંટ્યું ત્યારે સુંદર સ્ત્રી સ્વરૂપમાં એક દેવી પ્રકટ થયાં. તેમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક હતી. ત્રીજામાં માળા અને ચોથો હાથ વરમુદ્રામાં હતો. આ દેવી માતા સરસ્વતી હતાં. માતા સરસ્વતીએ જ્યારે વીણા વગાડી ત્યારે સંસારની દરેક વસ્તુઓમાં સ્વર આવી ગયો. જેથી આ દેવીનું નામ સરસ્વતી પડ્યું. આ દિવસ વસંત પંચમી હતો. ત્યારથી જ દેવલોક અને મૃત્યુલોકમાં માતા સરસ્વતીની પૂજા થવા લાગી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો