તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્રત-પર્વ:આજે બલરામ જયંતિ; હળછઠ્ઠના દિવસે છઠ્ઠ માતાની પૂજા કરવાની પરંપરા છે, બલરામ અને શ્રીકૃષ્ણનો અભિષેક પણ કરવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામની જયંતિ છે. આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સાથે જ, મહિલાઓ આ દિવસે છઠ્ઠ માતા માટે વ્રત-ઉપવાસ કરે છે. આ વ્રત સંતાન સુખ, સ્વાસ્થ્ય અને સારા જીવનની કામના સાથે કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ્ઠ તિથિએ બલરામ જયંતિ ઊજવવામાં આવે છે, તેને હળછઠ્ઠ પણ કહેવામાં આવે છે. દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુના પ્રિય શેષનાગજીએ બલરામના સ્વરૂપમાં અવતાર લીધો હતો. બલરામ હલ અને ખલને શસ્ત્ર સ્વરૂપમાં ધારણ કરતા હતાં, જેના કારણે તેમને હલધર પણ કહેવામાં આવે છે. આ પર્વમાં બલરામ અને શ્રીકૃષ્ણનો વિશેષ અભિષેક કરવો જોઈએ.

છઠ્ઠ માતા માટે વર્ત કરવામાં આવે છે-
આ તિથિએ મહિલાઓ સંતાનની સુખ-સમૃદ્ધિની કામના સાથે છઠ્ઠ માતા માટે વ્રત-ઉપવાસ કરે છે, વિશેષ પૂજા કરે છે. આ દિવસે મહિલાઓ સ્નાન કર્યા પછી દિવાલ ઉપર છઠ્ઠ માતાનું ચિત્ર લગાવે છે અને ગણેશજી અને દેવી પાર્વતીની પૂજા કરે છે. પૂજામાં હળષષ્ઠીની કથા વાચવા અને સાંભળવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. માન્યતા છે કે આ દિવસે હળ ચલાવ્યા વિના ઉગેલાં અનાજ અને શાકભાજીનું સેવન કરવાનું વિશેષ મહત્ત્વ છે.

સોમવારે જન્માષ્ટમી ઊજવવામાં આવશે-
હળછઠ્ઠ પછી સોમવારે જન્માષ્ટમી ઊજવવામાં આવશે. આ દિવસે બાળ ગોપાલ માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. રાતે બાળ ગોપાલનો વિશેષ અભિષેક અને પૂજન કરવામાં આવે છે. નવા વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે. ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવે છે. માખણ-મિશ્રીનો ભોગ તુલસી સાથે ધરાવવામાં આવે છે.

બલરામની ખાસ વાત-
બલરામ ગદા યુદ્ધમાં પારંગત હતાં. ભીમ અને દુર્યોધન તેમના પ્રિય શિષ્ય હતાં. મહાભારત યુદ્ધના અંતમાં જ્યારે ભીમે દુર્યોધનની જાંધ ઉપર ગદાના નિયમ વિરૂદ્ધ પ્રહાર કર્યો હતો, ત્યારે બલરામ ભીમ ઉપર ખૂબ જ ગુસ્સે થયા હતાં. તે સમયે શ્રીકૃષ્ણના સમજાવવાથી તેમનો ગુસ્સો શાંત થયો હતો.