તીર્થ દર્શન:આગ્રામાં યમુના કિનારે બિલ્કેશ્વેર મહાદેવ મંદિર આવેલું છે, લગભગ 600 વર્ષ પહેલાં બીલી વૃક્ષના જંગલમાં આ શિવલિંગ મળ્યું હતુ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં શ્રાવણ મહિનો 9 ઓગસ્ટ, સોમવારથી શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને શિવજીના પ્રાચીન મંદિરોમાં ભક્તોની ભીડ ખૂબ જ વધી જાય છે. આજે અમે તમને એક એવા જ પ્રાચીન મંદિર વિશે જણાવી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે બિલ્કેશ્વેર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર તાજમહેલથી લગભગ 7 કિલોમીટર દૂર છે.

મંદિરમાં પૂજા અને દેખરેખ કરનાર પંડિત અનુભવ પંડ્યાએ જણાવ્યુ કે આ મંદિરનો ઇતિહાસ લગભગ 600 વર્ષ જૂનો છે. પહેલાં તેને બિલ્કેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવતું હતું. કોરોના મહામારી પહેલાં દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં હજારો ભક્ત રોજ પહોંચતાં હતાં, પરંતુ આ વખતે અહીં આવનાર ભક્તોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આ વર્ષે શ્રાવણમાં 20-25 ભક્ત જ આવી રહ્યા છે.

આ મંદિર તાજમહેલથી લગભગ 7 કિલોમીટર દૂર છે.
આ મંદિર તાજમહેલથી લગભગ 7 કિલોમીટર દૂર છે.

પંડિત પંડ્યાના જણાવ્યા પ્રમાણે મંદિરના ક્ષેત્રમાં પહેલાં બીલી વૃક્ષનું જંગલ હતું. 600-700 વર્ષ પહેલાં જ્યારે આ જંગલમાં ઝાડ કાપવાનું શરૂ થયું ત્યારે લોકોને અહીં શિવલિંગ અને મંદિર જોવા મળ્યું. બીલી વૃક્ષના જંગલમાં હોવાના કારણે તેને બિલ્કેશ્વેર મહાદેવ મંદિર કહેવામાં આવતું હતું. યમુના નદીના કિનારે સ્થિત હોવાના કારણે આ મંદિરનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. શ્રાવણ મહિનામાં અહીં કાવડ યાત્રા પણ થતી હતી, પરંતુ આ વખતે યાત્રા ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

કોરોના મહામારી પહેલાં દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં હજારો ભક્ત રોજ પહોંચતાં હતાં, પરંતુ આ વખતે અહીં આવનાર ભક્તોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે
કોરોના મહામારી પહેલાં દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં હજારો ભક્ત રોજ પહોંચતાં હતાં, પરંતુ આ વખતે અહીં આવનાર ભક્તોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે

બિલ્કેશ્વેર મંદિરનું ખાસ આકર્ષણ શિવલિંગનો અદભૂત શ્રૃંગાર છે. અહીં શિવલિંગને ચંદન અને કેસરથી સજાવવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ ભક્ત સતત 40 દિવસ મંદિરમાં દર્શન અને પૂજન કરે છે તો તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.