શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:બૈદ્યનાથ જ્યોતિર્લિંગ; આ શિવલિંગના દર્શનમાત્રથી પૂરી થાય છે દરેક કામના, કામનાલિંગ મંદિરને દેવતાઓનું ઘર કહેવાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.
  • લોકવાયકા પ્રમાણે કોઈ તપસ્વી બૈદ્યનાથ મહાદેવ મંદિરને પોતાના તપોબળથી ઉડાડીને લઈ જઈ રહ્યા હતાં, પરંતુ સૂર્યોદય હોવાથી તેમણે અહીં જ ઉતરવું પડ્યું હતું

બાર જ્યોતિર્લિંગમાંથી એક પવિત્ર બૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં સ્થિત છે. પવિત્ર તીર્થસ્થાન હોવાને લીધે લોકો તેને બૈદ્યનાથ ધામ પણ કહે છે. જ્યાં મંદિર સ્થિત છે તે સ્થાને દેવઘર અર્થાત્ દેવતાઓનું ઘર કહે છે. જ્યોતિર્લિંગ વિશે એવી માન્યતા છે કે અહીંઆવનાર ભક્તની દરેક મનોકામના પૂરી થાય છે તેના લીધે જ તેને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

મંદિરનો ઇતિહાસઃ-
નગરના પ્રવેશ દ્વાર ઉપર સ્થિત શ્રી બૈદ્યનાથ મહાદેવ મંદિરનું નિર્માણ દસમી સદીમાં થયું હતું. તેને પરમારકાલીન સમયમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર 1984થી પુરાતત્વ વિભાગના સંરક્ષણમાં છે. 64 ફૂટ ઊંચાઈ માટે આ મંદિર જેટલું બહારથી મનમોહક છે, તેટલું જ અંદરથી ભવ્ય છે. એક વાયકા પ્રમાણે કોઈ તપસ્વી પોતાના તપોબળથી આ મંદિરને ઉડાડીને કોઇ સ્થાને લઇ જઇ રહ્યાં હતાં, પરંતુ સૂર્યોદય હોવાથી તે મંદિરને અહીં જ ઉતારવું પડ્યું હતું. એટલે જ સામાન્ય રીતે આ મંદિરને ઉડનિયા મંદિર પણ કહેવામાં આવે છે.

લોકવાયકા પ્રમાણે કોઈ તપસ્વી બૈદ્યનાથ મહાદેવ મંદિરને પોતાના તપોબળથી ઉડાડીને લઈ જઈ રહ્યા હતાં, પરંતુ સૂર્યોદય હોવાથી તેમણે અહીં જ ઉતરવું પડ્યું હતું
લોકવાયકા પ્રમાણે કોઈ તપસ્વી બૈદ્યનાથ મહાદેવ મંદિરને પોતાના તપોબળથી ઉડાડીને લઈ જઈ રહ્યા હતાં, પરંતુ સૂર્યોદય હોવાથી તેમણે અહીં જ ઉતરવું પડ્યું હતું

બાબા બૈદ્યનાથ ધામની કથાઃ-
શિવપુરાણમાં બતાવ્યા પ્રમાણે રાક્ષસરાજ રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો.એકવાર તેને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કર્યું. છતાં પણ જ્યારે મહાદેવ પ્રસન્ન ન થયા તો તે પોતાના મસ્તકને કાપી-કાપીને શિવલિંગ પર ણર્પણ કરવા લાગ્યો. રાવણની આ ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને વરદાનમાંગવા માટે કહ્યું. રાવણે મહાદેવને લંકા લઈ જવાની ઈચ્છા દજાહેર કરી. ત્યારે ભગવાન શિવે તેને એક શિવલિંગ આપ્યું અને કહ્યું કે આ મારું જ સ્વરૂપ છે. ત્યારે તેને લંકા લઈને જઈને સ્થાપિત કરો. શિવજીએ રાવણ એ પણ કહ્યું કે જો તું માર્ગમાં તેને ક્યાંય પણ રાખીશ તો આ લિંગ ત્યાં જ સ્થાપિત થઈ જશે.

આ પ્રકારે મહાદેવ પાસેથી શિવલિંગ લઈને રાવણ લંકા જવા લાગ્યો. માર્ગમાં રાવણે લઘુશંકાની તીવ્ર ઈચ્છા થઈ. ત્યારે તેને એક ગોવાળને તે શિવલિંગ આપ્યું અને પોતે લઘુશંકા માટે ચાલ્યો ગયો. તે શિવલિંગ નો ભાર તે ગોવાળ વધુ વાર સુઘી ઊઠાવી ન શક્યો અને તેને તે શિવલિંગ જમીન પર રાખી દીધું. આ પ્રકારે તે શિવલિંગ એ સ્થાને જ સ્થિર થઈ ગયું. ખૂબ પ્રયાસ કર્યા પછી પણ રાવણ એ શિવલિંગને ઊઠાવી ન શક્યો તે શિવલિંગને ત્યાં જ છોડીને ચાલ્યો ગયો. આ શિવલિંગ બૈદ્યનાથના રૂપમાં પૂજાવા લાગ્યું.

અહીં દરવર્ષે મહાશિવરાત્રિથી 2 દિવસ પહેલાં બાબા મંદિર, માતા પાર્વતી અને લક્ષ્મી-નારાયણના મંદિરોથી પંચશૂલ ઊતારવામાં આવે છે
અહીં દરવર્ષે મહાશિવરાત્રિથી 2 દિવસ પહેલાં બાબા મંદિર, માતા પાર્વતી અને લક્ષ્મી-નારાયણના મંદિરોથી પંચશૂલ ઊતારવામાં આવે છે

બૈદ્યનાથ ધામમાં જ પંચશૂલની પૂજા થાય છેઃ-
વિશ્વના બધા શિવમંદિરોના શીર્ષ પર ત્રિશૂળ લગાવેલું જોવા મળતું હોય છે, પરંતુ બૈદ્યનાથ ધામ પરિસરમાં શિવ, પાર્વતી, લક્ષ્મી-નારાયણ અને અન્ય બધા મંદિરોના શીર્ષ પર પંચશૂળ લાગેલા છે. એવું કહેવાય છે કે રાવણ પંચશૂળથી જ લંકાનું રક્ષણ કરતો હતો. અહીં દરવર્ષે મહાશિવરાત્રિથી 2 દિવસ પહેલાં બાબા મંદિર, માતા પાર્વતી અને લક્ષ્મી-નારાયણના મંદિરોથી પંચશૂલ ઊતારવામાં આવે છે. આ દરમિયાન પંચશૂળનો સ્પર્શ કરવા માટેભક્તોની ભીડ લાગે છે. બધા પંચશૂળોની નીચે લાવીને મહાશિવરાત્રિએ એક દિવસ પહેલાં વિશષ કરીને તેની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી બદા પંચશૂળને પોતાના સ્થાને સ્થાપિત કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું-
દેવઘરથી સૌથી નજીકનું રેલ્વે્સ્ટેશન જસીડિહ છે, જે અહીંથી 10 કિમી. દૂર છે. આ સ્ટેશન હાવડા-પટણા દિલ્હી રેલ લાઈ પર જ આવેલું છે. બૈદ્યનાથ ધામથી સૌથી નજીકનું એરપોર્ટ રાંચી, પટના અને કોલકાતા છે. દેવઘર કોલકાતાથી 373 કિ.મી.,ગિરિડીહ થી 112 કિ.મી. અને પટનાથી 281 કિ.મી. છે. ભાંગલપુર, હજારીબાગ, રાંચી, જમશેદપુર અને ગયાથી દેવઘર જવા માટે સીધા અને નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...