તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ ચારધામ યાત્રા:16 ફેબ્રુઆરીએ બદ્રીનાથ અને 11 માર્ચે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી થશે

એક મહિનો પહેલા
  • ગંગોત્રી અને યમુનોત્રી મંદિરની યાત્રા દર વર્ષે અક્ષય તૃતીયા સાથે જ શરૂ થશે

હાલ ઉત્તરાખંડના ચાર ધામ ઠંડીના કારણે બંધ છે. આ વર્ષે બદ્રીનાથ, કેદારનાથ ધામની યાત્રા ક્યારે શરૂ થશે, તેની તારીખ જલ્દી જ ઘોષિત કરવામાં આવશે. ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ દરવર્ષે અક્ષય તૃતીયાના દિવસે જ ખુલે છે.

ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડના મીડિયા અધિકારી ડો.હરીશ ગોડના જણાવ્યાં પ્રમાણે વસંત પંચમી (16 ફેબ્રુઆરી)એ બદ્રીનાથ અને શિવરાત્રિ (11 માર્ચ)ના રોજ કેદારનાથના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવશે.

16 ફેબ્રુઆરીએ વિધિ-વિધાનથી નરેન્દ્ર નગરમાં બદ્રીનાથની યાત્રા શરૂ કરવાનો દિવસ નક્કી થશે. ઓંકારેશ્વર મંદિર ઉખીમઠમાં 11 માર્ચના રોજ કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ ઘોષિત કરવામાં આવશે. જ્યારે, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ દર અક્ષય તૃતીયાના દિવસે ખુલે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 14 મેના રોજ છે.

ગાડૂ ઘડા (તેલનો કળશ) નૃસિંહ મંદિર જોશીમઠ અને યોગ ધ્યાન બદરી પાંડુકેશ્વરમાં પૂજા અર્ચના પછી 15 ફેબ્રુઆરીએ સાંજે દેવસ્થાનમ બોર્ડના ચંદ્રભાગા સ્થિત ધર્મશાળામાં પહોંચાડવામાં આવશે. 16 ફેબ્રુઆરીએ રાજદરબારને આ કળશ સોંપવામાં આવશે. જ્યારે બદ્રીનાથના કપાટ ખુલે છે, ત્યારે આ ઘડામાં તલનું તેલ ભરીને ડિમરી પૂજારી બદ્રીનાથ પહોંચે છે. આ તેલથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો