તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ:બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ નક્કી કરેલી તારીખે જ ખૂલશે, પરંતુ કોરોનાને લીધે સામાન્ય ભક્તો યાત્રા નહીં કરી શકે

18 દિવસ પહેલા
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે યાત્રા મોકૂફ રાખી છે
  • કપાટ ખોલતી વખતે માત્ર મંદિર સાથે જોડાયેલા લોકો જ હાજર રહેશે
  • ગયા વર્ષે પણ કોરોના મહામારીને લીધે ચારધામ મંદિરોના કપાટ લિમિટેડ લોકોની હાજરીમાં જ ખોલ્યા હતા

કોરોના મહામારીને લીધે ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા સ્થગિત રાખી છે. બદ્રીનાથ ધામના કપાટ 18 મે, કેદારનાથના કપાટ 17 મે અને ગંગોત્રી-યમુનોત્રીના કપાટ 14 મેના રોજ ખુલશે. કપાટ ખોલતી વખતે માત્ર મંદિર સાથે જોડાયેલા લોકો જ ઉપસ્થિત રહેશે. સામાન્ય શ્રદ્ધાળુઓ દર્શન માટે નહીં આવી શકે.

ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડના મીડિયા સ્પોક્સ પર્સન ડૉ. હરીશ ગોડે જણાવ્યું, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે યાત્રા મોકૂફ રાખી છે. ગુરુવારે આ ચર્ચા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉત્તરાખંડ ચારધામ મંદિર શિયાળામાં બંધ કરી દેવામાં આવે છે. શિયાળામાં અહીં વાતાવરણ વધારે ઠંડું થઇ જાય છે, અને બરફવર્ષા પણ થાય છે. વાતાવરણને ધ્યાનમાં રાખીને ચારેય મંદિર આશરે 6 મહિના સુધી બંધ રાખવામાં આવે છે. ઉનાળામાં અહીંનું વાતાવરણ અનુકૂળ હોય ત્યારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે. ગયા વર્ષે પણ કોરોના મહામારીને લીધે ચારધામ મંદિરોના કપાટ લિમિટેડ લોકોની હાજરીમાં જ ખોલ્યા હતા.

ઉત્તરાખંડમાં શિવજીના પાંચ પૌરાણિક મંદિરોનો એક સમૂહ છે, જેને પંચકેદારના નામે ઓળખવામાં આવે છે. આ સમૂહમાં કેદારનાથ, તુંગનાથ, રૂદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર મહાદેવ મંદિર સામેલ છે.

પંચકેદાર સાથે જોડાયેલી ખાસ વાતોઃ-

કેદારનાથ ધામઃ- પંચ કેદારમાંથી એક કેદારનાથ ધામ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં છે. કેદારનાથ બાર જ્યોતિર્લિંગમાંથી એક છે. તે રાજ્યના ચારધામમાં પણ સામેલ છે.

તુંગનાથ મંદિરઃ- તુંગનાથ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં છે. પંચ કેદારમાં આ મંદિર સૌથી ઊંચાઈએ સ્થિત છે.

રૂદ્રનાથ મંદિરઃ- રૂદ્રનાથ મંદિર ઉત્તરાખંડના ચામોલી જિલ્લામાં છે. રૂદ્રનાથ મંદિરમાં શિવજીના એકાનન એટલે મુખની પૂજા કરવામાં આવે છે.

મધ્યમહેશ્વર મંદિરઃ- આ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં છે. અહીં શિવજીની નાભિની પૂજા કરવામાં આવે છે.

કલ્પેશ્વર મંદિરઃ- આ મંદિરમાં શિવજીની જટાની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં આવેલું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો