ઉત્તરાખંડ ચારધામ યાત્રા:3 મેના રોજ ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલશે, બદ્રીનાથમાં 15 હજાર અને કેદારનાથમાં 12 હજાર લોકો રોજ દર્શન કરી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાખંડની ચારધામ યાત્રા મંગળવાર, 3 મેના રોજ શરૂ થઇ રહી છે. 3 મેના રોજ યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખુલી જશે. 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથના કપાટ ખુલશે. યાત્રાના પહેલાં ચરણમાં 45 દિવસ સુધી ચારધામની યાત્રા કરનાર લોકોની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે.

બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રભારી ડો. હરીશ ગૌડના જણાવ્યા પ્રમાણે આવનાર 45 દિવસ સુધી સીમિત સંખ્યામાં ભક્તો ચારધામના મંદિરોમાં દર્શન કરી શકશે. આ વર્ષે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લઇને આવવું જરૂરી નથી. પરંતુ માસ્ક લગાવવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી રહેશે

બદ્રીનાથ ધામમાં દરરોજ 15 હજાર લોકો, કેદારનાથ ધામમાં 12 હજાર લોકો, ગંગોત્રીમાં સાત હજાર લોકો અને યમુનોત્રીમાં 4 હજાર લોકો રોજ દર્શન કરી શકશે. અહીં આવનાર બધા ભક્તોએ ચારધામ મંદિરની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પોત-પોતાના વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી જ ભક્ત ચારધામની યાત્રામાં સામેલ થઇ શકશે.

જો કોઈ વ્યક્તિ ભૌતિક રીતે રજિસ્ટ્રેશન કરાવવા ઇચ્છે છે તો હરિદ્વાર, ઋષિકેશ, બડકોટ, જાનકીચટ્ટી, હીના, ઉત્તરકાશી, સોનપ્રયાગ, જોશીમઠ, ગૌરીકુંડ, ગોવિંદ ઘાટ અને પાખીમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. કેદારનાથ ધામ માટે હવાઈ માર્ગ પણ ઉપલબ્ધ છે. જેના માટે ફ્લાઇટની બુકિંગ હેલી સર્વિસની વેબસાઇટ ઉપર કરાવવી પડશે.

યમુના નદીનું ઉદગમ સ્થળ યમુનોત્રી અને ગંગા નદીનું ઉદગમ સ્થળ ગંગોત્રી છે. આ બંને તીર્થ ઉત્તરકાશી જિલ્લામાં છે. શિવજીનું 11મું જ્યોતિર્લિંગ કેદારનાથ છે. આ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. દેશ અને ઉત્તરાખંડના ચારધામોમાંથી એક વિષ્ણુજીનું બદ્રીનાથ ધામ છે. આ મંદિર ચામોલી જિલ્લામાં છે.

અહીં આવનાર બધા ભક્તોએ ચારધામ મંદિરની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પોત-પોતાના વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે
અહીં આવનાર બધા ભક્તોએ ચારધામ મંદિરની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પોત-પોતાના વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે

3 મેના રોજ યમુનોત્રી ધામના કપાટ ખુલશે
યમુનોત્રી મંદિર દરિયા કિનારાથી 3235 મીટરની ઊંચાઈએ છે. અહીં દેવી યમુનાનું મંદિર છે. આ યમુના નદીનું ઉદગમ સ્થળ પણ છે. યમુનોત્રી મંદિર ટિહરી ગઢવાલના રાજા પ્રતાપશાહે બનાવ્યું હતું. તે પછી મંદિરનું સમારકામ જયપુરની રાણી ગુલેરિયાએ કરાવ્યું હતું.

આવનાર 45 દિવસ સુધી સીમિત સંખ્યામાં ભક્તો ચારધામના મંદિરોમાં દર્શન કરી શકશે
આવનાર 45 દિવસ સુધી સીમિત સંખ્યામાં ભક્તો ચારધામના મંદિરોમાં દર્શન કરી શકશે

3 મેના રોજ ગંગોત્રી ધામના કપાટ ખુલશે
ગંગોત્રીથી ગંગા નદીનું ઉદગમ થાય છે. અહીં દેવી ગંગાનું મંદિર છે. દરિયા કિનારાથી આ મંદિર 3042 મીટરની ઊંચાઈએ છે. આ સ્થાન ઉત્તરકાશીથી 100 કિમી દૂર છે. દર વર્ષે ગંગોત્રી મંદિર મે મહિનાથી ઓક્ટોબર સુધી ખુલ્લુ રહે છે. બાકી સમયે અહીં વાતાવરણ પ્રતિકૂળ રહે છે, એટલે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. આ ક્ષેત્રમાં રાજા ભગીરથે શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. શિવજી અહીં પ્રકટ થયા અને તેમણે ગંગાને પોતાની જટાઓમાં ધારણ કરી તેમનો વેગ શાંત કર્યો હતો. તે પછી આ ક્ષેત્રમાં ગંગાની પહેલી ધારા પણ પડી હતી.

કેદારનાથ ધામ માટે હવાઈ માર્ગ પણ ઉપલબ્ધ છે. જેના માટે ફ્લાઇટની બુકિંગ હેલી સર્વિસની વેબસાઇટ ઉપર કરાવવી પડશે.
કેદારનાથ ધામ માટે હવાઈ માર્ગ પણ ઉપલબ્ધ છે. જેના માટે ફ્લાઇટની બુકિંગ હેલી સર્વિસની વેબસાઇટ ઉપર કરાવવી પડશે.

6 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલશે
કેદારનાથ ઉત્તરાખંડના ચારધામમાં ત્રીજા નંબરે છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં 11મું છે અને સૌથી ઊંચી જગ્યાએ સ્થાપિત છે. મહાભારત કાળમાં અહીં શિવજીએ પાંડવોને બળદ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં. આ મંદિર આદિગુરુ શંકરાચાર્યે બનાવ્યું હતું. મંદિર લગભગ 3581 વર્ગ મીટરની ઊંચાઈએ સ્થિત છે અને ગૌરીકુંડથી લગભગ 16 કિમી દૂર છે. માન્યતા છે કે 8મી-9મી સદીમાં આદિગુરુ શંકરાચાર્યે હાલનું મંદિર બનાવડાવ્યું હતું.

આ વર્ષે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લઇને આવવું જરૂરી નથી. પરંતુ માસ્ક લગાવવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી રહેશે
આ વર્ષે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લઇને આવવું જરૂરી નથી. પરંતુ માસ્ક લગાવવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી રહેશે

8મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે
બદ્રીનાથ અંગે કથા પ્રચલિત છે કે ભગવાન વિષ્ણુએ આ ક્ષેત્રમાં તપસ્યા કરી હતી. તે સમયે મહાલક્ષ્મીએ બદરી એટલે બોરનું ઝાડ બનીને ભગવાન વિષ્ણુને છાયો આપ્યો હતો અને ખરાબ વાતાવરણમાં રક્ષા કરી હતી. લક્ષ્મીજીના આ સમર્પણથી ભગવાન પ્રસન્ન થયા હતા અને તેમણે આ જગ્યાને બદ્રીનાથ નામથી પ્રસિદ્ધ થવાનું વરદાન આપ્યું હતું.

બદ્રીનાથ ધામમાં વિષ્ણુજીની એક મીટર ઊંચી કાળા પત્થરની મૂર્તિ સ્થાપિત છે. આદિગુરુ શંકરાચાર્ય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે બદ્રીનાથ મંદિરના મુખ્ય પૂજારી દક્ષિણ ભારતના કેરળ રાજ્યથી હોય છે. આ મંદિર લગભગ 3100 મીટર ઊંચાઈએ સ્થિત છે.