તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાખંડ અને દેશના ચાર ધામમાંથી એક બદ્રીનાથ ધામના કપાટ મંગળવાર, 18 મેના રોજ સવારે 4.15 વાગ્યે દર્શન માટે ખોલી દેવામાં આવશે. શિવરાત્રિ (11 માર્ચ)ના રોજ કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી થશે. ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ખુલે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 14 મેના રોજ છે.
બદ્રીનાથ ધામના ધર્માધિકાર ભુવનચંદ્ર ઉનિયાલે જણાવ્યુ કે વસંત પંચમીના અવસર ઉપર ટિહરી નરેશ મહારાજા મનુજેન્દ્ર શાહ દ્વારા બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ નરેન્દ્રનગર રાજ મહેલમાં ઘોષિત કરવામાં આવી. કુળપુરોહિત અને પંડિતો દ્વારા વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરી કપાટ ખોલવાની તિથિ નક્કી કરવામાં આવી છે.
ઠંડીમાં નારદ મુનિ બદ્રીનાથની પૂજા કરે છેઃ-
ગયા વર્ષે 19 નવેમ્બરના રોજ બદ્રીનાથ ધામના કપાટ ઠંડીના દિવસોમાં બંધ કરવામાં આવ્યાં હતાં. હાલ કપાટ બંધ છે. માન્યતા છે કે ઠંડીમાં નારદ મુનિ બદ્રીનાથની પૂજા કરે છે. કપાટ ખુલ્યા પછી અહીં નર એટલે રાવલ(પૂજારી) પૂજા કરે છે અને બંધ થાય પછી નારદજી પૂજા કરે છે. અહીં લીલાઢુંગી નામની એક જગ્યા છે. અહીં નારદજીનું મંદિર છે. કપાટ બંધ થયા પછી બદ્રીનાથમાં પૂજાનો ભાર નારદમુનિનો રહે છે.
આદિગુરુ શંકરાચાર્યના ગામથી રાવલ નક્કી કરવામાં આવે છેઃ-
રાવણ ઈશ્વરપ્રસાદ નંબૂદરી 2014થી બદ્રીનાથના રાવલ છે. બદ્રીનાથ કપાટ બંધ થયા પછી તેઓ પોતાના ગામ રાઘવપુરમ પહોંચી જાય છે. આ ગામ કેરળ પાસે સ્થિત છે. આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા નક્કી કરાયેલી વ્યવસ્થા પ્રમાણે જ રાવલ નક્કી કરવામાં આવે છે. કેરળ સ્થિત રાઘવપુરમ ગામમાં નંબૂદરી સંપ્રદાયના લોકો રહે છે. આ ગામથી રાવલ નક્કી કરવામાં આવે છે. રાવલ આજીવન બ્રહ્મચારી રહે છે.
તલના તેલથી બદ્રીનાથનો અભિષેક થાય છેઃ-
16 ફેબ્રુઆરીએ ગાડૂ ઘડા (તેલનો કળશ) નૃસિંહ મંદિર જોશીમઠ અને યોગ ધ્યાન બદરી પાંડુકેશ્વરમાં પૂજા અર્ચના પછી રાજદરબારને સોંપવામાં આવ્યો. જ્યારે બદ્રીનાથના કપાટ ખુલે છે, ત્યારે આ ઘડામાં તલનું તેલ ભરીને ડિમરી પૂજારી બદ્રીનાથ પહોંચે છે. કપાટ ખુલ્યા પછી આ તેલથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે.
ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડના જણાવ્યા પ્રમાણે કાર્યક્રમમાં મહારાણી માલા રાજલક્ષ્મી શાહ, બદ્રીનાથ ધામના રાવલ ઈશ્વરી પ્રસાદ નંબૂદરી, રાજગુરુ માધવ પ્રસાદ નોટિયાલ, સ્વસ્તિક નોટિયાલ સાથે જ દેવસ્થાનમ બોર્ડના અનેક અધિકારી અને કર્મચારીઓ પણ હાજર હતાં.
મંદિર સાથે જોડાયેલી ખાસ વાતોઃ-
માન્યતા છે કે પ્રાચીન સમયમાં ભગવાન વિષ્ણુજીએ આ ક્ષેત્રમાં તપસ્યા કરી હતી. તે સમયે મહાલક્ષ્મીએ બદરી એટલે બોરનું વૃક્ષ બનીને વિષ્ણુજીને છાયો આપ્યો હતો. લક્ષ્મીજીના આ સર્મપણથી ભગવાન પ્રસન્ન થયાં. વિષ્ણુજીએ આ જગ્યાને બદ્રીનાથ નામથી પ્રસિદ્ધ થવાનું વરદાન આપ્યું હતું.
નર-નારાયણે બદ્રી નામક વનમાં તપ કર્યું હતું. આ જ તેમનું તપસ્યા સ્થાન છે. મહાભારત કાળમાં નર-નારાયણે શ્રીકૃષ્ણ અને અર્જુનના સ્વરૂપમં અવતાર લીધો હતો. અહીં શ્રી યોગધ્યાન બદ્રી, શ્રીભવિષ્ય બદ્રી, શ્રી વૃદ્ધ બદ્રી, શ્રી આદિ બદ્રી આ બધા સ્વરૂપોમાં ભગવાન બદ્રીનાથ અહીં નિવાસ કરે છે.
મંદિર સુધી કઇ રીતે પહોંચી શકાય છેઃ-
બદ્રીનાથનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ઋષિકેશ છે. આ સ્ટેશન બદ્રીનાથથી લગભગ 297 કિમી દૂર સ્થિત છે. ઋષિકેશ ભારતના બધા મુખ્ય શહેરો સાથે જોડાયેલ છે. બદ્રીનાથ માટે સૌથી નજીક જોલી ગ્રાન્ટ એરપોર્ટ દેહરાદૂનમાં છે. આ એરપોર્ટ અહીંથી લગભગ 314 કિમી દૂર સ્થિત છે. ઋષિકેશ અને દહેરાદૂનથી બદ્રીનાથ સરળતાથી પહોંચી શકાય છે. આ સમયે દેશભરમાં કોરોનાવાઇરસના કારણે અવર-જવરના સાર્વજનિક સાધન નિયમિત શરૂ થયાં નથી. હાલ પ્લેનથી કે અંગત વાહનથી અહીં સરળતાથી પહોંચી શકાય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.