તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદ્રીનાથ ધામના કપાટ બંધ:કોરોનાકાળમાં આ વખતે 1.45 લાખ ભક્તોએ દર્શન કર્યા, ગત વર્ષે 12 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2020માં ઉત્તરાખંડના ચારધામમાં કુલ 3.10 લાખ લોકો દર્શન કરવા પહોંચ્યા

બદ્રીનાથ ધામના કપાટ ગુરુવારે શીતકાળ માટે બંધ થઈ ગયા છે. તેના માટે કારતક સુદ પાંચમના દિવસે બપોરે 3:35 વાગ્યે અભિજીત શુભ મુહૂર્તની પસંદગી કરાઈ. કપાટ બંધ થવાના અવસરે આશરે 5 હજાર શ્રદ્ધાળુ બદ્રી વિશાળના દર્શન કરવા પહોંચ્યા હતા. કોરોનાને લીધે આ વર્ષે બદ્રીનાથ ધામમાં આશરે 1.45 લાખ લોકોએ દર્શન કર્યા. ગત વર્ષે દર્શન કરનાર ભક્તોની સંખ્યા 12.40 લાખ હતી.

ગુરુવારે સવારે 4:30 વાગ્યે મંદિર ખુલી ગયું. ભગવાનને નિત્ય ભોગ ધરાવવામાં આવ્યો. 12:30 વાગ્યે સાયંકાલીન આરતી શરૂ થઈ. પછી મા લક્ષ્મી પૂજન કરી બપોરે 1 વાગ્યે શયન આરતી કરવામાં આવી. ત્યારબાદ રાવલ ઈશ્વરી પ્રસાદ નંબૂદરીએ કપાટ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી. માણા ગામની મહિલા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલો ઘીનો ધાબળો બદ્રી વિશાળને ઓઢાડવામાં આવ્યો.

જોશીમઠના નૃસિંહ મંદિરમાં થશે શીતકાલીન પૂજા
શુક્રવારે સવારે 9:30 વાગ્યે બદ્રીનાથથી ઉદ્વવજી અને કુબેરજીની પાલખી પાંડુકેશ્વર પહોંચશે. આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી પાંડુકેશ્વર થઈ શ્રી નૃસિંહ મંદિર જોશીમઠ પહોંચશે. રાવલ ઈશ્વરી પ્રસાદ નંબૂદરી ધર્માધિકારી વેદપાઠિયો સાથે રવાના થશે. 22 નવેમ્બરથી નૃસિંગ મંદિરમાં શીતકાલીન પૂજા શરૂ થશે.

ઉત્તરાખંડ સ્થિત બદ્રીનાથ ધામના કપાટ બંધ થવાના સમયે ત્યાં 5 હજાર શ્રદ્ધાળુઓ હાજર રહ્યા
ઉત્તરાખંડ સ્થિત બદ્રીનાથ ધામના કપાટ બંધ થવાના સમયે ત્યાં 5 હજાર શ્રદ્ધાળુઓ હાજર રહ્યા

દ્વિતીય કેદાર મધ્યમહેશ્વરના કપાટ પણ બંધ થયા
દ્વિતીય કેદાર મધ્યમહેશ્વરના કપાટ પણ ગુરુવારે શીતકાળ માટે બંધ કરવામાં આવ્યા. મંદિરમાં પૂજારી ટી. ગંગાધર લિંગે સમાધિ પૂજા કરી. શીતકાળ માટે અહીં ભગવાનની પાલખી 22 નવેમ્બરે પોતાના ગાદીસ્થળ શ્રી ઓંકારેશ્વર મંદિર ઉખીમઠ પહોંચશે. આ દિવસે મધ્યમહેશ્વર મેળાનું આયોજન થશે.

બદ્રીનાથ ધામ નર અને નારાયણ પર્વત વચ્ચે આવેલું છે
બદ્રીનાથ ધામ નર અને નારાયણ પર્વત વચ્ચે આવેલું છે

હવે નારદમુનિ બદ્રીનાથની પૂજા કરશે
એવું માનવામાં આવે છે કે, કપાટ બંધ થયા બાદ નારદજી પૂજા કરે છે. અહીં લીલાઢુંગી નામની જગ્યા પર નારદજીનું મંદિર છે. શિયાળામાં બદ્રીનાથની પૂજા કરવાની જવાબદારી નારદમુનિને સોંપવામાં આવે છે.

કપાટ બંધ થવાથી રાવલ તેમના ગામમાં રહેશે
બદ્રીનાથના કપાટ બંધ થયા બાદ રાવલ ઈશ્વર પ્રસાદ નંબૂદરી કેરળમાં તેમના ગામ રાઘવપુર પહોંચી જાય છે. અહીં રાવલ નિયમિત રીતે ત્રણેય સમયે પૂજા અને તીર્થ યાત્રા કરે છે. બદ્રીનાથ સંબંધિત દરેક આયોજનમાં રાવલ પહોંચે છે.

રાવલ ઈશ્વરપ્રસાદ નંબૂદરી 2014થી બદ્રીનાથના રાવલ છે
રાવલ ઈશ્વરપ્રસાદ નંબૂદરી 2014થી બદ્રીનાથના રાવલ છે

કોરોનાનાં કારણે આ વખતે શ્રદ્ધાળુઓ ઓછા આવ્યા
ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડૉ. હરીશ ગોડે જણાવ્યું કે, આ વર્ષે રાજ્યમાં ચારધામ... બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં દર્શન માટે લગભગ 3.25 લાખ ભક્તો આવ્યા હતા. શિયાળામાં અહીંનું તાપમાન શૂન્યથી નીચે પહોંચી જાય છે. બરફવર્ષાને કારણે અહીં પહોંચવું પણ મુશ્કેલ થઈ જાય છે.

ડૉ. ગોડે જણાવ્યું કે, શિયાળામાં પૂજા ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં થશે. પંચ કેદારોમાં અગિયારમાં જ્યોર્તિલિંગ કેદારનાથ ધામના કપાટ 16 નવેમ્બર, ત્રીજા કેદાર તુંગનાથજીના કપાટ 4 નવેમ્બર, ચોથા કેદાર રૂદ્રનાથના કપાટ 17 ઓક્ટોબરે બંધ કરી દેવામાં આવ્યા છે. ગંગોત્રી ધામના કપાટ 5 નવેમ્બર અને યમુનોત્રી ધામના કપાટ 16 નવેમ્બરના રોજ બંધ થઈ ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો