શ્રીગણેશના સ્વરૂપ:મહોદર અવતારમાં ગણેશજીએ મોહાસુરને, વક્રતુંડ સ્વરૂપમાં મત્સરાસુર અને એકદંત સ્વરૂપમાં મદાસુરને પરાજિત કર્યાં હતાં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણેશજીની પૂજાથી ગુસ્સો, મોહ, ઈર્ષ્યા, અહંકાર જેવા અવગણોથી મુક્તિ મળી શકે છે

હાલ ગણેશ ઉત્સવ શરૂ છે. આ પર્વનું સમાપન 19 સપ્ટેમ્બરના રોજ થશે. ગણેશજીની પૂજા કરવાથી ભક્તોના અનેક અવગુણો પણ દૂર થઇ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ ગણેશ અંક પ્રમાણે જણાવ્યું કે જે પ્રકારે રાક્ષસોના નાશ માટે ભગવાન વિષ્ણુએ અવતાર લીધા છે, ઠીક તેવી જ રીતે ગણેશજીએ પણ અવતાર લીધાં છે. ગણેશજીએ ક્રોધ સ્વરૂપમાં ક્રોધાસુર, મોહ સ્વરૂપમાં મોહાસુર અને અહંકારના સ્વરૂપમાં અહંતાસુરને પરાજિત કર્યાં હતાં. જાણો ગણેશજીના થોડાં અવતારો વિશે....

મહોદર સ્વરૂપથી મોહાસુર ભયભીત થઇ ગયો હતોઃ-
દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ મોહાસુરની મદદથી દેવતાઓ ઉપર આક્રમણ કરી દીધું હતું. ત્યાર બાદ બધા દેવતા ગણેશજી પાસે પહોંચી ગયા અને મોહાસુરના આતંકને દૂર કરવાની પ્રાર્થના કરી. ગણેશજીએ મહોદર એટલે મોટા પેટવાળા ગણેશજીનો અવતાર લીધો. આ સ્વરૂપ જોઇને મોહાસુરે સ્વયં જ પરાજય સ્વીકારી લીધો અને ગણેશજીનો ભક્ત બની ગયો. ગણેશ પૂજનથી મોહાસુર એટલે સુખ-સુવિધાના મોહને દૂર કરી શકાય છે.

વક્રતુંડને મત્સરાસુરના આતંકને દૂર કર્યોઃ-
મત્સરાસુર નામના અસુરે શિવજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. મત્સરાસુરે પોતાના પુત્રો સુંદરપ્રિય અને વિષયપ્રિય સાથે દેવતાઓ ઉપર આક્રમણ કર્યું. પરેશાન દેવતા ગણેશજી પાસે પહોંચી ગયા અને મત્સરાસુરથી બચવાનો આગ્રહ કર્યો. ત્યારે ગણેશજીએ વક્રતુંડ સ્વરૂપમાં અવતાર લીધો. વક્રતુંડે અસુરના બંને પુત્રોનો વધ કર્યો અને મત્સરાસુરને પરાજિત કરી દીધો. ગણેશ પૂજાથી મત્સરાસુર એટલે ઈર્ષ્યા દૂર થાય છે.

એકદંતે મદાસુરને પરાજિત કર્યોઃ-
મદાસુર નામના રાક્ષસે શુક્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી. ત્યાર બાદ તેણે દેવતાઓને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. ત્યારે દેવતાઓએ ગણેશજીને પ્રાર્થના કરી. ગણેશજીએ એકદંત સ્વરૂપમાં અવતાર લીધો અને મદાસુરને પરાજિત કર્યો. મદાસુર એટલે મદ મનનો એક વિકાર છે. ગણેશજીની પૂજાથી મદ એટલે ખરાબ વસ્તુઓનો મોહ પણ દૂર થાય છે.

વિકટ સ્વરૂપે કામાસુરને પરાજિત કર્યોઃ-
એક કામાસુર નામના દૈત્યની ભક્તિથી પ્રસન્ન થઇને શિવજીએ તેને ત્રિલોક વિજયનું વરદાન આપ્યું હતું. ત્યાર બાદ તેણે દેવતાઓ ઉપર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. ત્યારે ગણેશજીએ મોર ઉપર વિરાજિત વિકટ નામનો અવતાર લીધો એને કામાસુરના આતંકને દૂર કર્યો. કામાસુર એટલે કામ ભાવનાથી મુક્તિ માટે ગણેશજીની પૂજા કરવી જોઇએ.

ગણેશ પૂજાથી લોભાસુર એટલે લાલચ દૂર થાય છેઃ-
લોભાસુર નામના દૈત્યએ શિવજીને પ્રસન્ન કર્યા અને વરદાન પ્રાપ્ત કર્યું. તેણે ત્રણેય લોક ઉપર અધિકાર કરી લીધો હતો. ત્યારે ગણેશજીએ ગજાનન નામનો અવતાર લીધો અને લોભાસુકને પરાજિત કરી દીધો હતો. લોભાસુક એટલે લાલચ, ગણેશજીની ભક્તિથી આ અવગુણ દૂર થાય છે.

લંબોદરે ક્રોધાસુરને પરાજિત કર્યોઃ-
ક્રોધાસુર નામના દૈત્યએ સૂર્યદેવને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. ક્રોધાસુરે બધા જ દેવતાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. ત્યારે ગણેશજીએ લંબોદર સ્વરૂપમાં અવતાર લીધો. લંબોદર સ્વરૂપમાં ક્રોધાસુરનો આતંક દૂર કર્યો. ક્રોધાસુર એટલે ગુસ્સાને કાબૂ કરવા માટે ગણેશજીનું ધ્યાન કરવું જોઇએ.

ધૂમ્રવર્ણ અવતારે અહંકારને દૂર કર્યોઃ-
અહંતાસુરનો વધ કરવા માટે ગણેશજીએ ધૂમ્રવર્ણનું સ્વરૂપ ધારણ કર્યું. તેમનો રંગ ધૂમાડા જેવો હતો એટલે ધૂમ્રવર્ણ કહેવાયા. અહંતાસુર એટલે અહંકારને દૂર કરવા માટે ગણેશજીના મંત્રનો જાપ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...