• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Auspicious Yoga On Hariyali Amawasya, Worship, River Bath And Donation, Shraddha Tarpan And Chant The Mantras Of Vishnu On Amawasya

હરિયાળી અમાસ અને ગુરુવારનો સંયોગ:પૂજા-પાઠ, સ્નાન-દાન, શ્રાદ્ધ-તર્પણ અને પ્રકૃતિની સેવા કરવાનો શુભ યોગ, વિષ્ણુજીના મંત્રનો જાપ કરો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 28 જુલાઈના રોજ હરિયાળી અમાસ છે, આ દિવસે અષાઢ મહિનો પૂર્ણ થઈ જશે અને બીજા દિવસે એટલે 29 જુલાઈના રોજ શ્રાવણ મહિનો શરૂ થઈ જશે. આ વખતે હરિયાળી અમાસના દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃતસિદ્ધિ યોગ અને ગુરુ પુષ્ય નક્ષત્ર પણ રહેશે. આ યોગમાં અમાસને લગતા ધર્મ-કર્મ કરવાથી ભક્તોની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઈ શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે હરિયાળી અમાસના દિવસે પૂજા-પાઠ, સ્નાન-દાન, શ્રાદ્ધ-તર્પણ સાથે જ પ્રકૃતિની સેવા કરવાનો દિવસ છે. આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો. બપોરે ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવીને તેના ઉપર ગોળ-ઘી રાખીને પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ આપતી સમયે હથેળીમાં જળ લેવું અને અંગૂઠા તરફથી પિતૃઓને જળ અર્પણ કરો.

ગુરુવારે બપોરે ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવીને તેના ઉપર ગોળ-ઘી રાખીને પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો
ગુરુવારે બપોરે ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવીને તેના ઉપર ગોળ-ઘી રાખીને પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો

હરિયાળી અમાસના દિવસે ભક્તો પોત-પોતાના ક્ષેત્રની પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે પહોંચે છે. જો નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. જો નદી સ્નાન કરવા જઈ રહ્યા છો તો નદીમાં સ્નાન કર્યા પછી નદીના પાણીથી જ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. નદીમાં સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ, ધન, બૂટ-ચપ્પલ અને વસ્ત્રોનું દાન કરે. નદીમાં સ્નાન કરતી સમયે બેદરકારી ન કરશો. હાલ વરસાદના કારણે બધી નદીઓમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોય છે. કોઈ નિષ્ણાત વ્યક્તિના માર્ગદર્શનમાં જ સ્નાન કરો.

હરિયાળી અમાસના દિવસે છોડ વાવો
આ દિવસે પોતાના ઘરની આસપાસ કોઈ જાહેર જગ્યાએ અથવા કોઈ મંદિરમાં પીપળો, લીમડો, બીલીપત્ર, આંબળા, આંબો અથવા કોઈ અન્ય છાયાદાર વૃક્ષનો છોડ વાવો. છોડ એવી જગ્યાએ વાવો, જેના દ્વારા સામાન્ય લોકોનો છાયડો અને ફળ મળી શકે.

ગુરુવારે વિષ્ણુજીનો અભિષેક કરો. ૐ નમો વાસુદેવાય મંત્રનો જાપ કરો
ગુરુવારે વિષ્ણુજીનો અભિષેક કરો. ૐ નમો વાસુદેવાય મંત્રનો જાપ કરો

ગુરુવારે શિવજી અને વિષ્ણુજીની પૂજા કરો
ગુરુવારે ૐ નમઃ શિવાયનો જાપ કરીને શિવલિંગ ઉપર જળ, દૂધ અને પંચામૃત ચઢાવો. બીલીપત્ર, દૂર્વા, આંકડાના ફૂલ વગેરે વસ્તુઓ ચઢાવો. વિષ્ણુજીનો અભિષેક કરો. ૐ નમો વાસુદેવાય મંત્રનો જાપ કરો. ગુરુ ગ્રહ માટે પણ ખાસ પૂજા-પાઠ કરો. ગુરુ ગ્રહની પૂજા પણ શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. શિવલિંગ ઉપર ચણાની દાળ ચઢાવો. દીવો પ્રગટાવો અને ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવો.