વર્ષનું છેલ્લું શુભ મુહૂર્ત:પ્રોપર્ટીની ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 31 ડિસેમ્બરે શુભ-સંયોગ બની રહ્યો છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંગ્રેજી કેલેન્ડરમાં વર્ષનો છેલ્લો દિવસ 31 ડિસેમ્બર છે, પરંતુ હિંદુ પંચાંગ પ્રમાણે આ દિવસે નવમા મહિનાનો વદ પક્ષ શરૂ થશે

આ વર્ષનો છેલ્લો દિવસ 31 ડિસેમ્બરે ગુરુવારનું હોવું પંડિતોએ શુભ માન્યુ છે, પરંતુ સંયોગવશ આ દિવસે સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ યોગ સાથે જ પુષ્ય નક્ષત્ર પણ રહેશે. આ ત્રણેય યોગમાં કરવામાં આવતી ખરીદદારીથી સમૃદ્ધિ વધશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે 31 ડિસેમ્બરના રોજ પ્રોપર્ટી અને ખાસ વસ્તુઓની ખરીદદારી કરવા માટે શુભ મુહૂર્ત છે. સાથે જ નવા કામની શરૂઆત કરવા માટે પણ આ દિવસ શુભ રહેશે.

પં. મિશ્ર જણાવે છે કે, સર્વાર્થસિદ્ધિ યોગ સૂર્યોદયથી શરૂ થઇને બીજા દિવસે સૂર્યાસ્ત સુધી રહેશે. જ્યારે અમૃતસિદ્ધિ યોગ બપોરે શરૂ થઇને બીજા દિવસ સુધી રહેશે. આ સાંજે લગભગ 7.20 વાગ્યે પુષ્ય નક્ષત્રનો સંયોગ પણ બની જશે. જે ગુરુ પુષ્ય યોગ પણ કહેવાશે. આ દિવસે ખરીદદારી કરવાથી સમૃદ્ધિ વધે છે અને ફાયદો મળે છે.

પુનર્વસુ નક્ષત્ર અને ગ્રહોનો શુભ સંયોગઃ-
31 ડિસેમ્બર, ગુરુવારના રોજ પુનર્વસુ નક્ષત્ર હોવાથી સિદ્ધિ યોગ આખો દિવસ રહેશે. આ દરમિયાન કરવામાં આવતાં શુભ કાર્યોમાં સફળતા મળશે. ગ્રહોની શુભ સ્થિતિથી ઇન્દ્ર યોગ પણ આખો દિવસ રહેશે. ત્યાં જ, ધન રાશિમાં સૂર્ય અને બુધ ગ્રહ હોવાથી બુધાદિત્ય શુભ સંયોગ બની રહ્યો છે. નક્ષત્રોની આ શુભ સ્થિતિમાં કરવામાં આવતી લેવડ-દેવડ અને રોકાણ ફાયદાકારક સાબિત થાય છે.

માગશર મહિનાના વદ પક્ષની શરૂઆતઃ-
31 ડિસેમ્બરના રોજ શુભ યોગમાં જ માગશર મહિનાના વદ પક્ષની શરૂઆત થઇ રહી છે. વર્ષના છેલ્લાં દિવસે જ હિંદુ કેલેન્ડરના નવમા મહિના માગશરના વદ પક્ષની શરૂઆત થશે. ત્યાર બાદ 14 જાન્યુઆરીએ ખરમાસ પૂર્ણ થતાં જ ઉત્તરાયણ શરૂ થઇ જશે. મકર સંક્રાંતિ અને મૌની અમાસ જેવા મહત્ત્વપૂર્ણ પર્વ પણ પોષ મહિના દરમિયાન આવે છે. આ મહિનામાં ભગવાન સૂર્યની વિશેષ ઉપાસના કરવાની પરંપરા છે.