• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Auspicious Coincidence, Hariyali Amavasya Will Be Celebrated In Ravipushya And Sarvarthasiddhi Yoga, This Festival Is Also Special For Farmers.

શુભ સંયોગ:શુભ સંયોગ રવિપુષ્ય અને સર્વાર્થસિદ્ધિ યોગમાં હરિયાળી અમાસ ઊજવાશે, ખેડૂતો માટે પણ આ પર્વ ખાસ રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અષાઢ મહિનાની આ અમાસના દિવસે સ્નાન-દાન સાથે જ ભગવાન શિવ અને પિતૃઓની પૂજા કરવાની પરંપરા છે

હરિયાળી અમાસ 8 ઓગસ્ટના રોજ ઊજવાશે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ, પુષ્ય નક્ષત્ર અને સ્નાન દાનની અષાઢ અમાસનો વિશેષ સંયોગ બની રહ્યો છે. તેનાથી પર્વની શુભતા વધી જશે. આ દિવસે દીપ પૂજા પણ કરવામાં આવશે. આ પર્વમાં ખેતરોમાં પાક સારો થાય, ખેડૂતો સુખમય રહે, આ કામના સાથે ખેડૂતો તેમના હથિયાર, હળ વગેરેની પૂજા-અર્ચના કરે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે હરિયાળી અમાસે રવિપુષ્ય, સર્વાર્થસિદ્ધિ અને શ્રીવત્સ નામના શુભ યોગ બની રહ્યા છે. ચંદ્ર અને શનિ પોતાની જ રાશિમાં રહેશે. સાથે જ સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ પણ રહેશે. નક્ષત્રોની આ શુભ સ્થિતિમાં આ પર્વમાં કરવામાં આવતા કાર્યોનું શુભફળ વધી જશે.

હરિયાળી અમાસે રવિપુષ્ય, સર્વાર્થસિદ્ધિ અને શ્રીવત્સ નામના શુભ યોગ બની રહ્યા છે
હરિયાળી અમાસે રવિપુષ્ય, સર્વાર્થસિદ્ધિ અને શ્રીવત્સ નામના શુભ યોગ બની રહ્યા છે

8 ઓગસ્ટના રોજ હરિયાળી અમાસ ઊજવાશેઃ-
હરિયાળી અમાસના દિવસે સવારે લગભગ 9.30 સુધી પુષ્ય નક્ષત્ર રહેશે. રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી રવિપુષ્ય યોગ બને છે. તેની સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે. આ બે શુભયોગમાં અષાઢ મહિનાની અમાસના દિવસે પિતૃ પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય તેવી માન્યતા છે. જાણ્યે-અજાણ્યે જે ભૂલ થાય, તેના માટે આ દિવસે પિતૃઓ પાસે માફી માગવી જોઈએ. સાથે જ સૂર્યદેવને જળ અર્પણ કરીને તુલસીના છોડની 108 પરિક્રમા કરવી જોઈએ

વર્ષમાં એકવાર આ સંયોગ બને છેઃ-
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે દર મહિને એક અમાસ આવે છે સાથે જ પુષ્ય નક્ષત્ર પણ દર મહિને આવે છે. પરંતુ રવિવારે પુષ્ય નક્ષત્રનો યોગ વર્ષમાં એક કે બે વાર જ આવે છે. ત્યાં જ, હરિયાળી અમાસ વર્ષમાં એકવાર આવે છે. એટલે આ પર્વમાં રવિપુષ્યનો સંયોગ અનેક વર્ષમાં એકવાર બને છે. આ સંયોગ સ્નાન-દાન માટે શુભ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે નદી, તીર્થમાં સ્નાન, ગૌદાન, અનાજદાન, બ્રાહ્મણોને ભોજન, વસ્ત્ર દાન કરવું પુણ્યદાયી માનવામાં આવે છે.

હરિયાળી અમાસ વર્ષમાં એકવાર આવે છે. એટલે આ પર્વમાં રવિપુષ્યનો સંયોગ અનેક વર્ષમાં એકવાર બને છે. આ સંયોગ સ્નાન-દાન માટે શુભ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે
હરિયાળી અમાસ વર્ષમાં એકવાર આવે છે. એટલે આ પર્વમાં રવિપુષ્યનો સંયોગ અનેક વર્ષમાં એકવાર બને છે. આ સંયોગ સ્નાન-દાન માટે શુભ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે

ખેતરના હથિયારોની પૂજાનો પર્વઃ-
હરિયાળી અમાસ ખેડૂતોનો તહેવાર છે. આ દિવસે ખેડૂત પોતાના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હથિયારોની પૂજા કરે છે. આ દિવસે બળદોની પૂજા-અર્ચના કરીને તેમને જંગલથી લાવેલ ઔષધીના પાન ખવડાવે છે. જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને લાંબા સમય સુધી ખેતીમાં વિઘ્ન ન આવે.