સ્નાન-દાનનું પર્વ:ગુરુવારે જેઠ પૂર્ણિમાના દિવસે સમૃદ્ધિ આપનાર શુભ સંયોગ, હવે આવતા વર્ષે આ સંયોગ બનશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેઠ મહિનાની પૂર્ણિમાને ગંગા સ્નાન અને પિતૃ પૂજાનું પર્વ માનવામાં આવે છે, આ દિવસે ચંદ્ર સોળ કળાઓ સાથે ખીલે છે

જેઠ મહિનાની પૂર્ણિમાને સ્કંદ પુરાણ અને ભવિષ્યપુરાણમાં પર્વ કહેવામાં આવે છે. આ વખતે આ પૂર્ણિમા 24 જૂન, ગુરુવારે આવી રહી છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તીર્થ કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા દાન અને ઉપવાસથી અક્ષય ફળ મળે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ એટલે 16 કળાઓમાં ખીલેલો જોવા મળે છે. એટલે આ દિવસે કરવામાં આવતા શુભ કાર્યોનું સંપૂર્ણ ફળ મળે છે.

હવે પછી આવતા વર્ષે પૂર્ણિમા અને ગુરુવારનો સંયોગ બનશેઃ-
આ વખતે પૂર્ણિમા તિથિએ ગુરુવારનો શુભ સંયોગ બની રહ્યો છે. તે પછી આવો સંયોગ આવતા વર્ષે બનશે. ગુરુવાર અને પૂર્ણિમા તિથિના શુભ સંયોગમાં કરવામાં આવતા કાર્યોથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે. આ શુભ સંયોગમાં કરવામાં આવતા સ્નાન-દાનનું અનેક ગણું ફળ પણ મળે છે. આ પહેલાં જાન્યુઆરીમા ગુરુવારે પૂર્ણિમાનો યોગ બન્યો હતો.

આ પૂર્ણિમાએ જ સંત કબીરદાસ જયંતિ ઊજવવામાં આવે છે. જેઠ મહિનાની પૂનમના દિવસે પિતૃઓની વિશેષ પૂજા અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે
આ પૂર્ણિમાએ જ સંત કબીરદાસ જયંતિ ઊજવવામાં આવે છે. જેઠ મહિનાની પૂનમના દિવસે પિતૃઓની વિશેષ પૂજા અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે

ગંગા સ્નાન અને પિતૃ પૂજાનો પર્વઃ-
ભારતીય સંસ્કૃતિમા જેઠ પૂર્ણિમાનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ પૂર્ણિમાએ જ સંત કબીરદાસ જયંતિ ઊજવવામાં આવે છે. જેઠ મહિનાની પૂનમના દિવસે પિતૃઓની વિશેષ પૂજા અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે. સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે આ પર્વમા વડના ઝાડની પૂજા અને સાવિત્રી વ્રત કરવામાં આવે છે.

પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે
પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે

સોળ કળાઓમાં ખીલેલો ચંદ્ર જોવા મળે છેઃ-
આ પર્વમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે 169 થી 180 ડિગ્રીનું અંતર હોય છે. જેથી આ ગ્રહ સામસામે હોય છે અને તેમની વચ્ચે સમસપ્તક યોગ બને છે. પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે પૂર્ણ રહે છે. એટલે આ દિવસે ઔષધીઓનું સેવન કરવાથી ઉંમર વધે છે. આ યોગમાં કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળે છે. પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે. એટલે આ તિથિએ માનસિક ઊથલપાથલ જરૂર થાય છે. ગુરુવાર અને પૂર્ણિમા તિથિથી બનતા શુભ સંયોગમાં કરવામાં આવતા કાર્યોથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે.