વૈશાખ સુદ પક્ષની સાતમના દિવસે ગંગા સાતમનું પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે માતા ગંગા દેવીની પૂજા-અર્ચના કરવાથી તથા ગંગાજળથી સ્નાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પાપનો ક્ષય થાય છે. સાથે જ પિતૃદોષની શાંતિ માટે આ દિવસ શુભ માનવામાં આવે છે.
આ વર્ષે ગંગા સાતમના દિવસે તિથિ, વાર અને ગ્રહ-નક્ષત્રોને મળીને ત્રણ શુભ યોગ બનશે. આ કારણે આ પર્વ વધારે ખાસ બની ગયો છે. આ મહા સંયોગમાં વાહન, ઘરેણાં, પ્રોપર્ટી અને કપડાંની ખરીદી કરવી શુભ રહેશે. સાથે જ, આ દિવસે ગૃહ પ્રવેશ અને નવી શરૂઆત કરવી પણ ફળદાયી રહેશે. આ દિવસે ગંગાના કિનારે શ્રાદ્ધ કરવાથી પિતૃ દોષ દૂર થાય છે અને અકાળ મૃત્યુવાળા પૂર્વજોને મોક્ષ મળે છે.
રવિ, પુષ્ય, શ્રીવત્સ અને સર્વાર્થ સિદ્ધિ યોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ગંગા સાતમના દિવસે રવિ પુષ્ય, શ્રીવત્સ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. ત્યાં, સાતમ તિથિ શનિવારે બપોરે લગભગ 3 કલાકે શરૂ થઇ જશે. જે બીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. રવિવારે સૂર્યોદય સમયે સાતમ તિથિ હોવાથી 8 મેના રોજ ત્રણ મહાયોગના સંગમ સાથે ઊજવવામાં આવશે. આ દિવસે શ્રીવત્સ યોગ સાથે મુહૂર્તના રાજા માનવામાં આવતો રવિ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. રવિ પુષ્ય યોગ સવારે સૂર્યોદય સાથે શરૂ થઈ જશે તથા બપોરે 2.56 વાગ્યા સુધી રહેશે. આ સમયે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે.
ગંગા સાતમ સાથે જોડાયેલી માન્યતા
1. શાસ્ત્રોની માન્યતા છે કે વામન ભગવાને રાજા બલી પાસેથી 3 પગ જમીન માગતી સમયે ત્રીજો પગ બ્રહ્મલોકમાં પહોંચી ગયો, ત્યાં બ્રહ્માજીએ વામન ભગવાનનું પદ પ્રક્ષાલન કરીને કમંડળમાં લઈ લીધું. રાજા સગરના 60 હજાર મૃત પુત્રોનો ઉદ્ધાર કરવા માટે રાજા ભગીરથના તપથી પ્રસન્ન થઈને ગંગાજી શિવજીની જટાઓમાં આવ્યાં, આ શુભ દિવસ વૈશાખ સુદ સાતમ જ હતો.
2. એવું પણ કહેવામાં આવે છે કે મહર્ષિ જહ્નુ જ્યારે તપસ્યા કરી રહ્યા હતાં. ત્યારે ગંગા નદીના પાણીના અવાજથી સતત તેમનું ધ્યાન ભટકી રહ્યું હતું. એટલે તેમણે ગુસ્સે થઇને પોતાના તપના બળે ગંગાને પી લીધી હતી. પરંતુ તે પછી પોતાના જમણાં કાનથી ગંગાને પૃથ્વી ઉપર છોડી હતી. એટલે આ ગંગાના પ્રાકટ્યનો દિવસ પણ માનવામાં આવે છે. ત્યારથી ગંગાનું નામ જાહ્નવી પડ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.