10 ઓક્ટોબર એટલે આજથી આસો મહિનાનું વદ પક્ષ શરૂ થઈ ગયું છે. આ પક્ષમાં અનેક દુર્લભ યોગ બની રહ્યા છે, જે વૈભવ વૃદ્ધિ કરનાર રહેશે. આ દિવસો દરમિયાન રમા એકાદશી, ધનતેરસ અને દિવાળી જેવા વ્રત અને તહેવાર આવતાં હોવાથી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
આસો મહિનાની પૂનમના દિવસે એટલે શરદ પૂનમે લક્ષ્મીજી પૃથ્વી ઉપર આવે છે. તેના બીજા દિવસથી જ આસો મહિનાનું વદ પક્ષ શરૂ થઈ જાય છે. આ કારણે આ દિવસોને લક્ષ્મીજીની આરાધના માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આસો મહિનાની અમાસના દિવસે લક્ષ્મીજીની મહાપૂજા કરવાની પરંપરા છે.
આસો મહિનાના વદ પક્ષનો પહેલો દિવસ જ સમૃદ્ધિ આપનાર
આસો મહિનાનું વદ પક્ષ આજથી એટલે સોમવારથી શરૂ થઈ ગયું છે. આ દિવસે રેવતી નક્ષત્ર રહેશે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ નક્ષત્ર શુભ ફળ આપનાર રહેશે. આ નક્ષત્રમાં વદ પક્ષની શરૂઆત શુભ અને જલ્દી ફળ આપનાર રહેશે. આ નક્ષત્રમાં સન્માન-સમૃદ્ધિ પણ ઝડપથી વધે છે. આ પવિત્ર દિવસોમાં વૈભવને લગતા કામ ઝડપથી શુભફળ આપનાર રહેશે. આ સમયગાળામાં સોના-ચાંદીથી લઇને મશીન અને વાહનની ખરીદીના અનેક મુહૂર્ત અને શુભયોગ બની રહ્યા છે.
આ સમયગાળા દરમિયાન અનેક શુભયોગ બનશે
11 ઓક્ટોબરે સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ શુભયોગ રહેશે. વદ પક્ષમાં શુભ યોગ-સંયોગના અનેક દિવસો રહેશે. જેમાં સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃતસિદ્ધિ યોગ, ત્રિપુષ્કર, રવિયોગ અને પુષ્ય યોગ પણ રહેશે. 21 ઓક્ટોબરે રમા એકાદશી રહેશે. આ દિવસ ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. એટલે આ તિથિમાં વિષ્ણુજી અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.