• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ashwin Amavasya, The Festival Of Bath Donation And Pitru Puja, On October 6, Has Increased The Importance Of This Day Due To The Formation Of 3 Auspicious Yogas.

સ્નાન-દાન અને પિતૃ પૂજાનું પર્વ:6 ઓક્ટોબરે અમાસ, 3 શુભ યોગ બનવાથી આ દિવસનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતૃ પક્ષની અમાસના દિવસે શ્રાદ્ધ-તર્પણ કરવાથી એક વર્ષ માટે પિતૃઓ તૃપ્ત થઈ જાય છે

બુધવાર, 6 ઓક્ટોબરના રોજ ભાદરવા મહિનાની અમાસ છે. જ્યોતિષના સંહિતા ગ્રંથ પ્રમાણે બુધવારે અમાસ હોવું શુભ માનવામાં આવે છે. આ સ્થિતિની દેશ-દુનિયા ઉપર શુભ અસર પડશે. આ તિથિએ પવિત્ર નદી-તીર્થમાં સ્નાન સાથે જ દાન અને પૂજા-પાઠ કરવાની પરંપરા છે. આ દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે છે. જેથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. એટલે તેને પિતૃમોક્ષ અમાસ પણ કહેવામાં આવે છે. ભાદરવા મહિનાની અમાસના દિવસે પિતૃ પૂજા કરવાથી પિતૃઓ વર્ષભર માટે તૃપ્ત થઈ જાય છે.

3 શુભયોગમાં અમાસ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે 6 ઓક્ટોબરના રોજ હસ્ત નક્ષત્રમાં સર્વપિતૃ અમાસનો શુભ સંયોગ બની રહ્યો છે. સાથે જ સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આ દિવસે સૂર્ય, ચંદ્ર, મંગળ અને બુધ એક જ રાશિમાં રહેશે. ત્યાં જ, સૂર્ય અને બુધથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે અને ચંદ્ર-મંગળ મહાલક્ષ્મી યોગ બનાવી રહ્યા છે. આ પ્રકારે ગ્રહોની વિશેષ સ્થિતિ બનવાથી આ પર્વમાં કરવામાં આવતા સ્નાન-દાન અને પૂજા-પાઠનું સંપૂર્ણ ફળ જલ્દી જ મળી શકે છે.

પિતૃ પક્ષની અમાસના દિવસે શ્રાદ્ધ-તર્પણ કરવાથી એક વર્ષ માટે પિતૃઓ તૃપ્ત થઈ જાય છે
પિતૃ પક્ષની અમાસના દિવસે શ્રાદ્ધ-તર્પણ કરવાથી એક વર્ષ માટે પિતૃઓ તૃપ્ત થઈ જાય છે

ઘરમાં જ તીર્થ જળથી સ્નાન કરો-
વર્તમાન પરિસ્થિતિને જોતા ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે. સર્વપિતૃ અમાસના દિવસે ગ્રહોની વિશેષ સ્થિતિ બનવાથી આ દિવસે પિતૃઓની ખાસ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. સાથે જ, કુંડળીમાં ગ્રહોની સ્થિતિથી બનેલાં પિતૃદોષનો અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે.

સ્નાન-દાન અને પિતૃ પૂજાનો પર્વ-
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ અમાસના દિવસે સવારે તીર્થ જળથી સ્નાન કરો. તે પછી પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને અનાજ-જળ, કપડા અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરી શકો છો. આ દિવસે ગાયને ઘાસ પણ ખવડાવવું જોઈએ. સાથે જ આ પર્વમાં વૃક્ષારોપણ પણ કરી શકાય છે. જેથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.

આ દિવસે ગાયને ઘાસ પણ ખવડાવવું જોઈએ. સાથે જ આ પર્વમાં વૃક્ષારોપણ પણ કરી શકાય છે. જેથી પિતૃઓ સંતુષ્ટ થાય છે
આ દિવસે ગાયને ઘાસ પણ ખવડાવવું જોઈએ. સાથે જ આ પર્વમાં વૃક્ષારોપણ પણ કરી શકાય છે. જેથી પિતૃઓ સંતુષ્ટ થાય છે

પિતૃમોક્ષ અમાસના દિવસે દાન-
પુણ્યનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ પર્વમાં ઘરમાં પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ ગૌશાળામાં ઘાસ કે ધનનું દાન કરો. માન્યતા છે કે આ દિવસે આપેલાં દાનનું અનેકગણું વધારે પુણ્ય ફળ મળી શકે છે.

અમાસના દિવસે શું કરશો-
બુધવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું. તે પછી પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પૂજાપાઠ કરો. ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લો. તે પછી ગાયને લીલું ઘાસ ખવડાવો, કૂતરાને અને કાગડાને રોટલી ખવડાવો. અમાસના દિવસે મહામૃત્યુંજય મંત્ર કે ભગવાન શિવના નામનો જાપ કરો. અમાસ દરમિયાન બ્રાહ્મણ ભોજન કરાવી શકો છો. શક્ય ન હોય તો કોઈ મંદિરમાં લોટ, ઘી, દક્ષિણા, કપડા અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો.