પર્વ-ઉત્સવ:23 જુલાઈએ અષાઢ પૂર્ણિમાઃ આ તિથિએ ગુરુ પૂજા સાથે શિવ-પાર્વતીની ઉપાસનાનું પણ મહત્ત્વ છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અષાઢ પૂર્ણિમાએ કરેલાં દાન અને ઉપવાસથી અક્ષય ફળ મળે છે

હિંદુ કેલેન્ડરમાં દર મહિને આવતી પૂર્ણિમા સુદપક્ષની 15મી તિથિ હોય છે. આ દિવસે ચંદ્ર 16 કળાઓ ધરાવે છે. એટલે કે, પૂર્ણ હોય છે. એટલે જ તેને પૂર્ણિમા કહેવામાં આવે છે. આ તિથિને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિ ઉપર ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. સ્કંદ પુરાણ પ્રમાણે અષાઢ મહિનાની પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુનો વાસ જળમાં થાય છે. એટલે તીર્થ અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. અષાઢ મહિનાની પૂર્ણિમાએ ભગવાન શિવ અને પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે કરેલાં દાન અને ઉપવાસથી અક્ષય ફળ મળે છે.

અષાઢ પૂર્ણિમાનું મહત્ત્વઃ-
અષાઢ મહિનાની પૂર્ણિમાએ તીર્થ સ્નાન, દાન અને પૂજા-પાઠનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનાની પૂર્ણિમાએ ભગવાન શિવ-પાર્વતીની પૂજા સાથે કોકિલા વ્રત કરવામાં આવે છે. આ વ્રતના પ્રભાવથી દાંપત્ય સુખ વધે છે અને કુંવારી કન્યાઓને સારો વર પ્રાપ્ત થાય છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસની જયંતી ઊજવવામાં આવે છે. એટલે, ગુરુ પૂજાની પરંપરા હોવાથી ગુરુ પૂર્ણિમા પર્વ ઊજવવામાં આવે છે. સાથે જ, ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.

અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઊજવાય છે
અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઊજવાય છે

જ્યોતિષમાં પૂર્ણિમાનું મહત્ત્વઃ-
સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે 169 થી 180 સુધી થાય છે, ત્યારે પૂર્ણિમા તિથિ આવે છે. તેના સ્વામી સ્વયં ચંદ્રદેવ છે. પૂર્ણિમાકાળમાં સૂર્ય અને ચંદ્ર એકદમ સામ-સામે આવી જાય છે. એટલે આ બંને ગ્રહોની સ્થિતિથી સમસપ્તક યોગ બને છે. પૂર્ણિમાનું વિશેષ નામ સૌમ્યા છે. આ પૂર્ણા તિથિ છે. એટલે પૂર્ણિમાએ કરવામાં આવતાં શુભ કામનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા વાયવ્ય ઉલ્લેખવામાં આવી છે.

દર મહિનાની પૂર્ણિમાએ પર્વ ઊજવાય છેઃ-
દર મહિનાની પૂર્ણિમાએ કોઇને કોઇ પર્વ જરૂર ઊજવાય છે. આ દિવસનું ભારતયી જનજીવનમાં વધારે મહત્ત્વ છે. દર મહિનાની પૂર્ણિમાએ એક સમય ભોજન કરવામાં આવે છે અને ચંદ્ર અથવા ભગવાન સત્યનારાયણનું વ્રત કરો તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ, સમૃદ્ધિ અને પદ-પ્રતિષ્ઠા પણ મળે છે.