આજે વર્ષની પહેલી અમાસ:2022ના કેલેન્ડરમાં માગશર મહિનો 2 વાર હોવાથી આ વર્ષે 12ની જગ્યાએ 13 અમાસ રહેશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંદુ કેલેન્ડર એટલે પંચાંગના એક વર્ષમાં કુલ 12 અમાસ હોય છે. પરંતુ આ વર્ષે જાન્યુઆરી અને ડિસેમ્બરમાં ફરીથી માગશર મહિનો હોવાના કારણે 13 અમાસ રહેશે. ધર્મ ગ્રંથોમાં આ તિથિને પર્વ કહેવામાં આવે છે. આ દિવસે તીર્થ સ્નાન પછી દાન અને પછી પિતૃઓની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જ્યારે તિતિઓની વધ-ઘટ થાય છે. ત્યારે આ પર્વ ક્યારેક બે દિવસ સુધી પણ રહે છે. એટલે જ્યારે બપોરે અમાસ હોય તે દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ-તર્પણ કરવામાં આવે છે. ત્યાં જ, જ્યારે સૂર્યોદય સમયે હોય તો સ્નાન અને દાન કરવામાં આવે છે.

આ વખતે સોમવતી અમાસનો સંયોગ એકવાર અને શનૈશ્ચરી અમાસનો યોગ 2 વાર બની રહ્યો છે. આ ખાસ સંયોગમાં કરવામાં આવતા તીર્થ સ્નાન અને દાનનું અક્ષય ફળ મળે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે સોમવાર અને શનિવારના દિવસે અમાસ હોય છે.

સોમવારે આવતી અમાસ શુભ

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૌમ્ય વારમાં આવતી અમાસ શુભ રહે છે. ત્યાં જ, ક્રૂરવાર સાથે અશુભ ફળ આપનારી હોય છે. જ્યોતિષ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સોમ, મંગળ, શુક્ર અને ગુરુવારે અમાસ હોય તો તેનું શુભફળ મળે છે. ત્યાં જ, બુધ, શનિ અને રવિવારે અમાસ અશુભ ફળ આપે છે.

અમાસના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કરવાની પરંપરા છે. જો તીર્થ સ્નાન થઈ શકે નહીં તો ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો
અમાસના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કરવાની પરંપરા છે. જો તીર્થ સ્નાન થઈ શકે નહીં તો ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો

અમાસ અને પિતૃઓનો સંબંધ
સૂર્યની હજાર કિરણોમાં જે સૌથી ખાસ છે તેનું નામ અમા છે. તે અમા નામની કિરણના તેજથી જ સૂર્ય ધરતીને રોશન કરે છે. જ્યારે તે અમા કિરણમાં ચંદ્રનો વાસ થાય છે એટલે ચંદ્રના હોવાથી અમાસ આવે છે. ત્યારે તે કિરણ દ્વારા ચંદ્રના ઉપરના ભારથી પિતૃઓ ધરતી ઉપર આવે છે. એટલે શ્રાદ્ધ પક્ષની અમાસ તિથિનું મહત્ત્વ છે.

અમાસના દિવસે શું કરવું અને શું નહીં
1. અમાસના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કરવાની પરંપરા છે. જો તીર્થ સ્નાન થઈ શકે નહીં તો ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. તે પછી સંકલ્પ લેવો અને ભગવાનની પૂજા કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજનની વસ્તુઓ અને કપડાનું દાન કરો
2. અમાસ તિથિના સ્વામી પિતૃદેવ હોય છે અને આ દિવસ પિતૃઓને સમર્પિત હોય છે. એટલે આ પર્વને પૂર્વજોનો દિવસ પણ કહેવામાં આવે છે. આ દિવસ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ-તર્પણ પણ કરવામાં આવવું જોઈએ. અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાથી તે સીધું પિતૃઓ સુધી પહોંચે છે. જો આવું કરવામાં આવે તો પિતૃદોષથી પણ મુક્તિ મળે છે.
3. આ પર્વમાં કોઈ જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવવું અને દાન આપવું. આવું કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે નશીલા પદાર્થોનું સેવન ન કરો. આવું કરવાથી પિતૃદોષ લાગે છે.

2022માં આવતી અમાસ

અંગ્રેજી તારીખ અને મહિનોહિંદુ મહિનાની અમાસ
2 જાન્યુઆરી, રવિવારમાગશર અમાસ
1 ફેબ્રુઆરી, મંગળવારપોષ અમાસ
2 માર્ચ, બુધવારમહા અમાસ
1 એપ્રિલ, શુક્રવારફાગણ અમાસ
30 એપ્રિલ, શનિવારચૈત્ર અમાસ
30 મે, સોમવારવૈશાખ અમાસ
29 જૂન, બુધવારજેઠ અમાસ
28 જુલાઈ, ગુરુવારઅષાઢ અમાસ
27 ઓગસ્ટ, શનિવારશ્રાવણ અમાસ
25 સપ્ટેમ્બર, રવિવારભાદરવા અમાસ, પિતૃપક્ષની અમાસ
25 ઓક્ટોબર, મંગળવારઆસો અમાસ
23 નવેમ્બર, બુધવારકારતક અમાસ
23 ડિસેમ્બર, શુક્રવારમાગશર અમાસ