વ્રત-તહેવાર:જેઠ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ અપ્સરા રંભાએ વ્રત કર્યું હતું એટલે આ તિથિનું નામ રંભા ત્રીજ પડ્યુ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતા મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે અને કુંવારી યુવતીઓ સારા પતિની કામના સાથે આ વ્રત કરે છે

જેઠ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ રંભા ત્રીજ વ્રત રાખવાનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે. આ વર્ષે 2 જૂન, ગુરુવાર એટલે આજે રંભા ત્રીજ ઊજવવામાં આવશે. આ દિવસે કુંવારી યુવતીઓ અને પરિણીત મહિલાઓ દ્વારા પૂજા અને વ્રતનું વિધાન છે. આ ત્રીજ વ્રત અપ્સરા રંભાએ પણ કર્યું હતું, આ કારણે તેને રંભા ત્રીજના નામથી ઓળખવામાં આવે છે. કુંવારી યુવતીઓ પોતાની પસંદના વરની કામના સાથે આ વ્રત રાખે છે.

સમુદ્ર મંથન સાથે આ પ્રસંગ જોડાયેલો છે
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે સમુદ્ર મંથનમાંથી બહાર આવેલાં ચૌદ રત્નોમાં રંભાનું આગમન સમુદ્ર મંથનના કારણે થયું હોવાથી તે પૂજનીય છે. અપ્સરાઓનો સંબંધ સ્વર્ગ સાથે માનવામાં આવે છે. એટલે તેમની પાસે અનેક દિવ્ય શક્તિઓ હોય છે.

અપ્સરાઓનો સંબંધ સ્વર્ગ સાથે માનવામાં આવે છે. એટલે તેમની પાસે અનેક દિવ્ય શક્તિઓ હોય છે
અપ્સરાઓનો સંબંધ સ્વર્ગ સાથે માનવામાં આવે છે. એટલે તેમની પાસે અનેક દિવ્ય શક્તિઓ હોય છે

આ રીતે પૂજા કરો
રંભા ત્રીજના દિવસે પરિણીતા મહિલાઓ ભગવાન શિવ, માતા પાર્વતી અને માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરે છે. પોતાના સુહાગની લાંબી ઉંમર માટે સોળ શ્રૃંગાર કરે છે અને સૌભાગ્ય તથા સુખની પ્રાપ્તિ માટે ત્રીજ વ્રત રાખે છે.

માન્યતાઃ સૌંદર્ય વધે છે
રંભા ત્રીજના દિવસે પરિણીત મહિલાઓ ઘઉં, અનાજ અને ફૂલ સાથે બંગડીની જોડની પણ પૂજા કરે છે. આ દિવસે પૂજા-ઉપાસના કરવાથી મહિલાઓનું આકર્ષણ, સુંદરતા અને સૌંદર્ય જળવાયેલું રહે છે. પતિની લાંબી ઉંમર, યોગ્ય વર સાથે જ નિઃસંતાન મહિલાઓને સંતાન સુખ પણ આ વ્રતથી મળે છે.