તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • April 26 Akshay Tritiya 2021: On This Day Worship According To The Zodiac Sign For The Happiness And Prosperity Of The House.

અખાત્રીજ:14મીએ અક્ષય તૃતીયાઃ આ દિવસે ઘરની સુખ-સમૃદ્ધિ માટે રાશિ પ્રમાણે પૂજાપાઠ અને મંત્રોનો જાપ કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અક્ષય તૃતીયાએ કળશ, બૂટ, છત્રી, ગાય, જમીન અને સોનાનું દાન કરવું જોઇએ

શુક્રવાર, 14 મે વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ છે. આ તિથિએ દાન કરવાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. હાલ દેશભમાં કોરોનાવાઇરસના કારણે અનેક જગ્યાએ લોકડાઉન ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં ઘરમાં જ રહીને પૂજાપાઠ કરવા જોઇએ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઇએ. અહીં જાણો રાશિ પ્રમાણે પૂજાપાઠ કઇ રીતે કરી શકાય છે....

મહામારીની સ્થિતિમાં ઘરની બહાર જઇ શકાશે નહીં. જેથી તમે દાન કરવા માંગતાં હોવ, તો તેનો સંકલ્પ કરી લો. આ દાન પછી પણ કરી શકાય છે. આ દિવસે જળથી ભરેલાં કળશ, બૂટ, છત્રી, ગાય, જમીન અને સોનાનું દાન કરવું જોઇએ. પિતૃઓનું તર્પણ પણ કરવું જોઇએ.

રાશિ પ્રમાણે પૂજા-પાઠ કરોઃ-

મેષઃ- ઘરમાં શિવલિંગ ઉપર દૂધ મિશ્રિત જળથી સ્નાન કરવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

વૃષભઃ- વિષ્ણુજીના સ્વરૂપોનું પૂજન કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.

મિથુનઃ- શ્રીકૃષ્ણના નામનો જાપ કરો.

કર્કઃ- શ્રીરામ નામના મંત્રનો જાપ કરો.

સિંહઃ- શ્રીરામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો.

કન્યાઃ- શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

તુલાઃ- શ્રી ગોપાલ સહસ્ત્રનામનો પાઠ કરો.

વૃશ્ચિકઃ- શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો.

ધનઃ- શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

મકરઃ- શ્રીદુર્ગા ચાલીસા અથવા સપ્તશતીનો પાઠ કરો.

કુંભઃ- શ્રીરામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો.

મીનઃ- શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.