તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Apara Ekadashi 2021 Date Kab Hai | Achala Ekadashi Vrat Puja Vidhi Fasting Upvas Rules, Apara Ekadashi Vrat Importance (Mahatva) And Significance

5 અને 6 જૂને એકાદશી તિથિ:બે દિવસ સુધી આ તિથિમા સૂર્યોદય થશે પરંતુ વ્રત અને પૂજા રવિવારે થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે સૂર્યોદય સમયે એકાદશી તિથિ અને બારસ સાથે હોવાથી અપરા એકાદશી વ્રત રવિવારે જ કરવું

વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીને અપરા કે અચલા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે અપરા એકાદશી 5 અને 6 જૂનના રોજ રહેશે. પરંતુ વિદ્વાનો પ્રમાણે વ્રત અને પૂજા 6 જૂનના રોજ જ કરવી જોઈએ. મહાભારત, નારદ અને ભવિષ્યપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે અપરા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ થાય છે. સાથે જ, મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

એકાદશી તિથિ ક્યારથી શરૂ થશેઃ-
આ વખતે વૈશાખ મહિનાના વદ પક્ષની અપરા એકાદશી તિથિ 5 જૂન, શનિવારે સૂર્યોદય પહેલા જ એટલે સવારે લગભગ 4 વાગે જ શરૂ થઈ જશે. પછી બીજા દિવસે એટલે 6 જૂન, રવિવારે સૂર્યોદય પછી લગભગ સાડા 6 વાગ્યા સુધી રહેશે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે જ્યારે એકાદશી તિથિ બે દિવસ સુધી સૂર્યોદય સમયે રહે તો બીજા દિવસે આ વ્રત-પૂજા અને સ્નાન-દાન કરવું જોઈએ.

એકાદશી તિથિ શરૂઃ 5 જૂન, શનિવારે સવારે 4.10 વાગ્યાથી

એકાદશી તિથિ પૂર્ણઃ 6 જૂન, રવિવારે સવારે 6.30 વાગ્યા સુધી

મહાભારતમાં આ વ્રત અંગે જણાવવામાં આવ્યું છેઃ-
મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પાંડવોએ અપરા એકાદશીનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણના મુખ દ્વારા સાંભળ્યો હતો. શ્રીકૃષ્ણના માર્ગદર્શનમા આ વ્રતને કરીને મહાભારત યુદ્ધમા વિજય પ્રાપ્ત કરવામાં આવ્યું નહોતું. આ એકાદશી વ્રત કરવાથી અનેક યજ્ઞનું ફળ મળી શકે છે. આ તિથિએ ભગવાન ત્રિવિકમ એટલે વામન દેવતાની પૂજા કરવાથી વિશેષ પુણ્ય મળે છે.

આરોગ્ય આપનારી અપરા એકાદશીઃ-
અપરા એકાદશીનું વ્રત વૈશાખ મહિનાના વિશેષ ફળ આપનાર વ્રતમાંથી એક માનવામાં આવે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે. આ દિવસે નિયમ અને વિધિ દ્વારા ભગવાનની સ્તૃતિ કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને દરેક પ્રકારના સંકટોમાથી પણ મુક્તિ મળે છે. આ વ્રતના પ્રભાવથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સાથે જ આરોગ્ય પણ મળે છે.