આજે વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશી છે. તેને અપરા એકાદશી અથવા અચલા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને વ્રત-ઉપાસના કરવામાં આવે છે. પદ્મ પુરાણ અને મહાભારતમા ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે. તેની કથા પ્રમાણે ધૌમ્ય ઋષિના જણાવ્યા પ્રમાણે એક રાજાએ આ વ્રત કરીને પ્રેત યોનિમાથી મુક્તિ મેળવી હતી. ત્યાં જ, પાંડવોનો પણ ખરાબ સમય આ વ્રતના પ્રભાવથી દૂર થયો હતો.
ભગવાન વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને તુલસીની પૂજાઃ-
અપરા એકાદશીએ કરવામા આવતા પૂજાપાઠથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ શકે છે. આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાની પરંપરા છે. ધર્મગ્રંથોના જાણકાર પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે થોડા લોકો શારીરિક તકલીફના કારણે વ્રત-ઉપવાસ કરી શકતા નથી. તેમના માટે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે વ્રત ન રાખી શકો તો ભગવાન વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને તુલસીની પૂજા કરવાથી પણ વ્રત-ઉપવાસ રાખવા જેટલું પુણ્ય મળે છે.
પૂજા અને વ્રત સાથે દાનની પરંપરાઃ-
આ વ્રત દરમિયાન સવાર-સાંજ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ. આ એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન કરવાની પરંપરા છે. આવું કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. આ દિવસે નિયમ અને સંયમથી રહેવું જોઈએ. આ વ્રતનું સંપૂર્ણ ફળ મેળવવા માટે થોડી ખાસ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.
એકાદશીના દિવસે શું-શું કરવુંઃ-
એકાદશીએ સવારે પીપળા અને તુલસીને જળ ચઢાવવું. પીપળાની પરિક્રમા કરવી. સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને તુલસીની પરિક્રમા કરવી. ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ અથવા પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવવો. આ દિવસે દક્ષિણાવર્તી શંખમા ગંગાજળ મિક્સ કરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ. કોઈ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરો. ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અને તુલસીની માળા ચઢાવો
એકાદશીના દિવસે શું-શું ન કરવુંઃ-
એકાદશી વ્રત રાખનાર લોકોએ અનાજનું સેવન કરવું જોઈએ નહીં. આ દિવસે ઘરના કોઈપણ વ્યક્તિએ ચોખા પણ ખાવા જોઈએ નહીં. ચોખાથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. ગુસ્સો કરવો જોઈએ નહીં. ઘરમાં કે બહાર કોઈપણ પ્રકારના ઝઘડા અને ક્લેશથી બચવું જોઈએ. નહીંતર વ્રતનું ફળ મળી શકતું નથી. સવારે મોડે સુધી સૂવું જોઈએ નહીં. કોઈપણ પ્રકારનો નશો ન કરો. વ્રત કરનાર વ્યક્તિએ ખોટું બોલવું નહીં અને ખરાબ કામ કરવા જોઈએ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.