તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપરા એકાદશીની પૂજાવિધિ:આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન, વ્રત-પૂજા અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પરંપરા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીકૃષ્ણએ આ એકાદશીનું મહત્ત્વ જણાવ્યું એટલે મહાભારતમાં આ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

વૈશાખ મહિનાના વદ પક્ષની અપરા એકાદશી 6 જૂન, રવિવારે છે. જેને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત પણ કરવામાં આવે છે. જેથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપનો દોષ લાગતો નથી. સંકટ દૂર થાય છે અને ઇચ્છાઓ પૂર્ણ થાય છે. શ્રીકૃષ્ણએ આ એકાદશી અંગે સ્વયં જણાવ્યું છે. એટલે મહાભારતમાં આ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અપરા એકાદશીની પૂજા વિધિઃ-

  • ધર્મગ્રંથોના જાણકાર કાશીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ દિવસે સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરી લેવું જોઈએ. હાલ તીર્થ સ્નાન કરી શકશો નહીં એટલે પાણીમાં ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે.
  • સ્નાન કર્યા પછી પૂજાની તૈયારીઓ કરી લો અને આસન ઉપર બેસી જાવ. પછી આખો દિવસ વ્રત રાખીને ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરો અને શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનો સંકલ્પ લો. તે પછી ભગવાનની પૂજા શરૂ કરો. પૂજા કર્યા પછી કથા સાંભળો.
  • પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું ધ્યાન કરીને તેમને પ્રણામ કરો. પછી ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ મંત્રનો જાપ કરીને ભગવાનની મૂર્તિઓનો એક-એક કરીને ગંગાજળ, શુદ્ધ પાણી, દૂધ અને પંચામૃતથી અભિષેક કરો.
  • તે પછી ચંદન, નાડાછડી, ચોખા, અબીર, ગુલાલ, કંકુ, જનોઈ, ફૂલ અને જે પણ પૂજા સામગ્રી હોય બધી જ ચઢાવી દો. ત્યાર પછી ધૂપ-દીપ અર્પણ કરીને સિઝનલ ફળ અને નૈવેદ્ય ધરાવીને આરતી કરો અને પ્રસાદ વહેંચો.

સંકટ અને પાપ દૂર થાય છેઃ-
પદ્મ પુરાણ અને મહાભારતમાં જણાવવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. ઉલ્લેખનીય છે કે મહાભારતમાં પાંડવોએ પણ આ એકાદશીનું વ્રત કર્યું હતું ત્યારે જ તેમને સંકટના દિવસોથી છુટકારો મળ્યો હતો. આ વ્રતને કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપનો દોષ પણ લાગતો નથી. એટલે પાંડવોને પોતાના જ ભાઈઓની અને પરિવારના લોકોની હત્યાનો દોષ લાગ્યો નથી.

ડો. મિશ્ર જણાવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મી અચલા એટલે સ્થિર રહે છે. તેનાથી ક્યારેય ધનની ખોટ પડતી નથી અને સમૃદ્ધિ વધે છે.