શિવ પૂજાના 2 દિવસ:13 મેના પ્રદોષ અને 14 મેના ચૌદશ, શિવલિંગ પર જળાભિષેક કરવાથી આયુષ્ય વધે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુ સાથે શિવજીની પૂજાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ માટે 13 અને 14 મેના દિવસે ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે. જેમાં શુક્રવારે પ્રદોષ અને શનિવારે ચૌદશનો યોગ બની રહ્યો છે. આ તિથિના સ્વામી શિવજી છે. આ બંને દિવસે શિવલિંગ પર જળાભિષેક અને પૂજા કરવાથી આયુષ્ય વધે છે અને બધી જ પ્રકારની તકલીફથી છુટકારો મળે છે. શિવ પુરાણ અનુસાર, બંને દિવસ શિવજીની પૂજા માટે બહુ જ ખાસ માનવામાં આવે છે. આ તિથિઓ પર કરવામાં આવેલી શિવ પૂજાથી અનેક ગણું શુભ ફળ મળે છે.

જળાભિષેકથી દૂર થાય છે તકલીફ
પુરીના જયોતિષાચાર્ય ડો.ગણેશ મિશ્ર જણાવે છે કે, શિવલિગ પર પાણીનો કળશ અથવા ઘડો સ્થાપિત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, જેવી રીતે ઘડામાંથી પાણીના ટીપા શિવલિંગ પર પડે છે તે જ રીતે પરેશાનીઓ પણ પાણીની જેમ વહી જાય છે. આ બે દિવસે શિવલિંગ પર જળાભિષેક અવશ્ય કરવો જોઈએ.

શારીરિક પરેશાનીઓથી છુટકારો
વૈશાખ મહિનાની પ્રદોષ અને શિવ ચૌદશના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન ભોલેનાથને જળ અને દૂધનો અભિષેક કરવો જોઈએ. આ પછી શિવલિંગ પર મદાર, ધતુરો અને બીલીપત્ર ચઢાવો. આ સાથે જ શિવને મોસમી ફળનો ભોગ અર્પણ કરો. આ બે દિવસોમાં તરબૂચ અને પાણીના ઘડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓનું દાન કરવાથી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે.

શિવ પૂજાના 2 દિવસ

  1. પ્રદોષ તિથિ એટલે કે 13 મેના રોજ વ્રત રાખો અને સાંજે સૂર્યાસ્ત સમયે શિવની પૂજા કરો. આ દિવસે શિવલિંગ પર બીલીપત્ર અને સફેદ ફૂલ ચઢાવો. આ સાથે જ ઘીનો દીવો કરવો. માટીના વાસણમાં પાણી ભરીને શિવ મંદિરમાં દાન કરો.
  2. ચૌદશનાં દિવસે એટલે કે 14 મેનાં રોજ શિવ અને પાર્વતીની પૂજા અવશ્ય કરવી જોઈએ. આ દિવસે દેવી પાર્વતીને સૌભાગ્ય સામગ્રી એટલે 16 શૃંગાર આપવામાં આવે છે, જેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને મનોકામના પૂર્ણ થાય છે.