- Gujarati News
- Dharm darshan
- Dharm
- Angarak Chaturthi, Pitru Paksha Sarvartha Siddhi Yoga On Tuesday, 13 September, Lord Ganesha And Mangal Dev Puja, Shradh 2022
13 સપ્ટેમ્બરે અંગારક ચોથ:મંગળવારે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે પિતૃ પક્ષની ચોથ; ગણેશજી અને મંગળ ગ્રહની પૂજા કરો, પિતૃઓ માટે શ્રાદ્ધ કરો
મંગળવાર, 13 સપ્ટેમ્બરના રોજ અંગારક ગણેશ ચોથ છે. હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની ચોથનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. 13 તારીખના રોજ ગણેશજી અને મંગળ ગ્રહની પૂજા કરો તથા પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. આ યોગમાં કરવામાં આવતા શુભ કામ જલ્દી સિદ્ધ થાય છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જ્યારે મંગળવારે આ તિથિ આવે છે ત્યારે તે અંગારક ગણેશ ચોથ કહેવાય છે. ચોથ તિથિએ ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. સવાર-સાંજ ગણેશ પૂજન કરવામાં આવે છે.
મંગળવારે મંગળ ગ્રહ માટે પૂજા કરવામાં આવે છે. જ્યોતિષમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. ઉજ્જૈન મંગળ દેવનું જન્મ સ્થાન છે.
પિતૃ પક્ષની ચોથ તિથિએ તે લોકોનું શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરો. જેમનું મૃત્યુ કોઈપણ મહિનાની ચોથ તિથિએ થયું હોય.
મંગળવારે મંગળ ગ્રહ માટે પૂજા કરવામાં આવે છે.આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે
મેષ અને વૃષભ રાશિના સ્વામી મંગળ દેવ છે
- મંગળ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે. અંગારક ચોથના દિવસે સૌથી પહેલાં ગણેશ પૂજન કરો, તે પછી મંગળ ગ્રહને લાલ ફૂલ ચઢાવો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું, બીલીપત્ર સાથે જ લાલ ફૂલ, લાલ ગુલાલ, મસૂરની દાળ ચઢાવો.
- મંગળ માટે ભાત પૂજા કરો. આ પૂજામાં શિવલિંગનો પકવેલાં ચોખાથી શ્રૃંગાર કરવામાં આવે છે. ભાત શ્રૃંગાર કર્યા પછી પૂજા કરવામાં આવે છે. પૂજામાં ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
અંગારક ચોથના દિવસે શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરતા રહો.
આ રીતે ગણેશજીની સરળ પૂજા કરો
- અંગારક ચોથના દિવસે સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ગણેશજીને જળ ચઢાવવું. સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ અને પૂજન સામગ્રી ચઢાવો અને ધૂપ-દીપ પ્રગટાવો
- ગણેશજી સામે વ્રત કરવાનો સંકલ્પ કરો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. આરતી કરો.
- જો વ્રત કરી રહ્યા છો તો આખો દિવસ અનાજનું સેવન ન કરો. ફળાહાર કરો, પાણી, દૂધ, ફળનો રસ વગેરેનું સેવન કરી શકો છો.
પિતૃ પક્ષમાં જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ
આ રીતે પિતૃઓનું ધૂપ-ધ્યાન કરી શકો છો
- પિતૃ પક્ષમાં દરરોજ બપોરે લગભગ 12 વાગ્યે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. તેના માટે ખીર-પુરી, મીઠાઈ વગેરે સામગ્રી બનાવો.
- છાણા પ્રગટાવો અને છાણા ઉપર ગોળ-ઘી સાથે જ ભોજનનું ધૂપ આપો. તે પછી આ ભોજન ગાય, કૂતરા અને કાગડાને ખવડાવો. પિતૃ પક્ષમાં જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ.