અનંત ચૌદશ:રવિવારે ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને મંત્રજાપ કરીને ઘરમાં જ વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંડવોને શ્રીકૃષ્ણે અનંત ચૌદશનું વ્રત કરવા સલાહ આપી હતી
  • 19મીએ ગણેશ મૂર્તિના વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થશે
  • બ્રહ્મપુરાણ અને મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે, એટલે ઘરમાં જ વિસર્જન કરો

રવિવાર, 19 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીશ શર્માના જણાવ્યા પ્રમાણે માટીની ગણેશ મૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવું જોઈએ. કોઈ નદી કે તળાવમાં પ્રતિમા વિસર્જન કરવું નહીં. આવું કરવાથી નદી-તળાવમાં ગંદકી વધે છે અને ગણેશજીની પ્રતિમા ગંદકીમાં વિસર્જિત થવાથી આપણને દોષ લાગે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી-
અગ્નિ પુરાણ પ્રમાણે હિન્દુ કેલેન્ડરના ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ અનંત ચૌદશ પર્વ ઊજવવામાં આવે છે, જે આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શહેરના મોટા ભાગના પંડાલોએ સ્થળ પર જ વિસર્જનનું આયોજન કર્યું છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આ દિવસે ગણેશના વિસર્જન સાથે દસ દિવસના ગણેશોત્સવનું સમાપન થાય છે. એવું માનવામાં આવે છે કે, મહાભારતમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો પાસેથી તેમનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને આ વ્રત કરવાની સલાહ આપી હતી. અનંત ચૌદશના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી ઘરમાં જ કોઇ મોટા વાસણમાં કે કુંડામાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવું જોઇએ. ત્યાર બાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઇએ. અનંત ચૌદશનું વ્રત ધન, સંતાનની કામના સાથે કરવામાં આવે છે.

વ્રતમાં સૂતર કે રેશમના દોરાને કંકુથી રંગીને તેમાં 14 ગાંઠ બાંધવામાં આવે છે. ત્યારબાદ વિધિ-વિધાનથી પૂજા કરી કાંડા પર બાંધવામાં આવે છે. કાંડા ઉપર બાંધેલા આ દોરાને જ અનંત કહેવામાં આવે છે.

વિસર્જનનું મહત્ત્વઃ ગણેશ જળ તત્વના અધિપતિ દેવતા છે
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે, ભગવાન ગણેશ જળ તત્વના અધિપતિ દેવતા છે. એટલે તેમની પ્રતિમાનું વિસર્જન જળમાં કરવામાં આવે છે. જળ પંચ તત્વોમાંથી એક છે. તેમાં મિશ્રિત થઇને પ્રાણ પ્રતિષ્ઠિત ગણેશ મૂર્તિ પંચ તત્વોમાં સમાહિત થઇને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. જળમાં વિસર્જન થવાથી ભગવાન ગણેશનું સાકાર સ્વરૂપ નિરાકાર થઇ જાય છે. જળમાં મૂર્તિ વિસર્જનથી એવું માનવામાં આવે છે કે, જળમાં મિક્સ થઇને પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. આ પરમાત્માનું એકાકાર થવાનું પ્રતીક પણ છે.

માટીની ગણેશ પ્રતિમાને ઘરમાં કોઇ સાફ વાસણમાં વિસર્જન કરવું જોઇએ. નદીઓમાં મૂર્તિ વિસર્જન કરવાથી બચવું જોઇએ. કેમ કે, બ્રહ્મપુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે.

વિસર્જન સ્થાને હાજર પરિવારના સભ્ય અને અન્ય લોકો હાથમાં ફૂલ અને ચોખા લે. પછી વિસર્જન મંત્ર બોલીને ગણેશજીને ચઢાવો અને પ્રણામ કરો.
વિસર્જન સ્થાને હાજર પરિવારના સભ્ય અને અન્ય લોકો હાથમાં ફૂલ અને ચોખા લે. પછી વિસર્જન મંત્ર બોલીને ગણેશજીને ચઢાવો અને પ્રણામ કરો.

માટીના ગણેશ, ઘરમાં જ વિસર્જનઃ-
ભાસ્કર સમૂહ અનેક વર્ષોથી માટીના ગણેશ-ઘરમાં જ વિસર્જન અભિયાન ચલાવી રહ્યું છે. તેમનો મૂળ ઉદેશ્ય એ જ છે કે, આપણે આપણાં તળાવ અને નદીઓને પ્રદૂષિત થતાં બચાવી શકીએ. એટલે તમે ઘર અથવા સોસાયટીમાં કુંડ બનાવીને વિસર્જન કરો અને તે પવિત્ર માટીમાં એેક છોડ વાવી દો. જેથી તમને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમની યાદ પણ ઘરના ફળિયામાં મહેકતી રહેશે. આ છોડ મોટો થઇને પર્યાવરણમાં યોગદાન આપશે. સાથે જ, ઘરમાં નવી સમૃદ્ધ પરંપરાનું સંચાર થશે.

ઉત્તર પૂજા વિધિ અને મંત્રઃ-
સવારે જલ્દી જાગીને સ્નાન કરો અને માટીના ગણેશજીની પૂજા કરો. ચંદન, ચોખા, મોલી, અબીર, ગુલાલ, સિંદૂર, અત્તર, જનોઈ ચઢાવો. ત્યાર બાદ ગણેશજીને 21 દૂર્વા ચઢાવો. 21 લાડવાનો ભોગ ધરાવો. પછી કપૂરથી ભગવાન શ્રીગણેશની આરતી કરો. ત્યાર બાદ પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચી દો.

વિસર્જન સ્થાને હાજર પરિવારના સભ્ય અને અન્ય લોકો હાથમાં ફૂલ અને ચોખા લે. પછી વિસર્જન મંત્ર બોલીને ગણેશજીને ચઢાવો અને પ્રણામ કરો.

મહાભારત કાળમાં તેની શરૂઆત થઈ-
માન્યતા છે કે મહાભારત કાળમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન-વન ભટકી રહ્યા હતાં, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને રાજ્ય પાછું મેળવવા માટે અનંત ચૌદશ વ્રત કરવા માટે કહ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિરે અનંત ભગવાનનું વ્રત કર્યું હતું, જેના પ્રભાવથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો તથા તેઓ ચિરકાળ(કાયમ) સુધી રાજ્ય કરતાં રહ્યાં.

ઘરમાં જ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરો-
ગણેશજીની મૂર્તિનું વિસર્જન પોતાના ઘરમાં જ કરવું શ્રેષ્ઠ રહે છે. ઘરમાં કોઈ સાફ વાસણમાં સાફ જળ ભરવું અને તેમાં મૂર્તિ વિસર્જિત કરી શકાય છે. જ્યારે મૂર્તિની માટી પાણીમાં મિક્સ થઈ જાય ત્યારે તે માટીને ઘરના પવિત્ર છોડમાં પ્રવાહિત કરવી જોઈએ.

આ વાતોનું ધ્યાન રાખોઃ-
વિસર્જન પહેલાં ઉત્તર પૂજા કરવામાં આવે છે અને ગણેશજીનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. જે ભગવાન ઘણેશ સાથે જ પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.