• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • An Opportunity To Be Blessed With The Austerity Power Of Mother Brahmacharini Who Imparts The Spirit Of Restraint, Renunciation And Righteousness.

બીજું નોરતું:સંયમ, ત્યાગ અને સદાચારની ભાવના પ્રદાન કરનારી માતા બ્રહ્મચારિણીની તપસ્યા શક્તિનું વરદાન પામવાનો અવસર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવદુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. બ્રહ્મ એટલે તપ, બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારાં. આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે. તેઓ દ્વિભુજ છે. જમણા હાથમાં જપ માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. તેઓ ગૌર વર્ણ ધરાવે છે. શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારિણીમાં બ્રહ્મોપાસના તપસ્યાભર્યું આચરણ સમાયેલું છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્યતા ધરાવે છે. તેમના જમણા હાથમાં જપની માળાઅને ડાબા હાથમાં કમંડળ હોય છે

માતા બ્રહ્મચારિણીની પૌરાણિક કથા
માતા બ્રહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી છે. તેમને દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી, જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું. એના ફળસ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામિની અર્થાત્ પત્ની બની. જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિભાવ જે ભક્ત પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે.

દેવી બ્રહ્મચારિણી આપણને સંદેશ આપે છે કે જીવનમાં વિના તપસ્યા અર્થાત કઠિન પરિશ્રમ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે. મહેનત વિના સફળતા પ્રાપ્ત કરવી ઈશ્વરના પ્રબંધનના વિપરીત છે. એટલે બ્રહ્મશક્તિ સમજવા તથા તપ કરવાની શક્તિ હેતુ આ દિવસ શક્તિનું સ્મરણ કરવું. યોગશાસ્ત્રમાં આ શક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે, એટલે સંપૂર્ણ ધ્યાન સ્વાધિષ્ઠાનમાં કરવાથી આ શક્તિ બળવાન થાય છે.

બ્રહ્મચારિણી માતાના નામનો અર્થ
બ્રહ્મનો અર્થ તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી દેવી. માતાના હાથોમાં અક્ષત માળા અને કમંડળ હોય છે. માતા બ્રહ્મચારિણીની પૂજાથી જ્ઞાન, સદાચાર, લગન, એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ પોતાના કર્તવ્ય પથથી ભટકતો નથી. માતા બ્રહ્મચારિણીની ભક્તિથી લાંબી આયુનું વરદાન પ્રાપ્ત થાય છે.

બ્રહ્મચારિણી મહિમા

  • દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ ।
  • દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ।।

બ્રહ્મચારિણી દેવીનાં ઘણાં નામ છે. જેમ કે તપશ્ચારિણી, અપર્ણા અને ઉમા. મા ભગવતીએ શૈલરાજ હિમાવાનને ત્યાં જન્મ લીધો. જેને લીધે તે શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયાં. ત્યારબાદ મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરવા, નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો. ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ-રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્રજાપ કરતા. વર્ષાઋતુમાં તે પત્થરની શિલા પર જ આસન લગાવીને નિરંતર જલધારાથી ભીનાં થતાં રહેતાં. શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઉભાં રહેતાં. અથવા બરફની શિલા પર બેસીને મંત્રજાપ કરતાં. દેવીએ પૂરાં 3 હજાર વર્ષ સુધી આવું આકરું તપ કર્યું. અને તેને લીધે જ તે બ્રહ્માચરિણી, તપશ્ચારિણી જેવાં નામે પ્રસિદ્ધ થયાં.

બ્રહ્મચારિણી પૂજન વિધિ
માતા બ્રમચારિણીની પૂજામાં માતાને ફૂલ, અક્ષત, રોલી, ચંદન વગેરે અર્પણ કરો. તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવો અને ત્યારબાદ દેવીને પિસ્તાથી બનેલી મીઠાઈઓનો ભાગ લગાવો. ત્યારબાદ પાન, સોપારી, લવિંગ અર્પિત કરો. કહેવાય છે કે માતાનું પૂજન કરનાર ભક્ત જીવનમાં સદાય શાંત ચિત્ત અને પ્રસન્ન રહે છે. તેમને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી. બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા માટે 'ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:।' બીજ મંત્રનો જાપ કરવો જોઈએ અને બ્રહ્મચારિણીનો નીચે આપેલ વૈદિક મંત્રનો જાપ 108 વાર કરવો.

દેવી બ્રહ્મચારિણી પૂજા મંત્ર:

  • ''દધના કર્પદ્માભ્યાન, અક્ષમલકમલી. દેવી પ્રસુદતુ માઈ, બ્રહ્મચર્યનુત્તમા..”
  • ''દધના કર્પદ્માભયમ્, અક્ષમલકમંડલુ. દેવી પ્રસીદતુ માઇ, બ્રહ્મચારિણ્યનુત્તમા.
  • અર્થઃ એક હાથમાં અક્ષમલા અને બીજા હાથમાં કમંડળ ધારણ કરનાર દેવીને આ મંત્રનો જાપ કરવાથી પ્રસન્ન થવું જોઈએ.

મા બ્રહ્મચારિણી અને ગ્રહોનો સંબંધ
માન્યતા અનુસાર, જે રીતે નવરાત્રિના 9 દિવસોનો સંબંધ અલગ-અલગ દેવી-દેવતાઓ સાથે હોય છે, તેવી જ રીતે આ તમામ દેવીઓ સાથે આપણા નવ ગ્રહોનો સંબંધ પણ જોડાયેલો છે. જો આપણે મા બ્રહ્મચારિણી વિશે એવી રીતે વાત કરીએ તો તમામ નવ ગ્રહોમાંથી મંગળ અને બુધને મા બ્રહ્મચારિણીનું શાસન માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મા બ્રહ્મચારિણી કુંડળીના પહેલા અને આઠમા ઘરમાં મંગળને કારણે આવનારી કોઈપણ પ્રકારની પરેશાનીને દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય કહેવાય છે કે જે લોકો કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ઈન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છે, તેમણે સફળતા અને પ્રગતિ માટે નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ.

નવરાત્રીના બીજા દિવસનો રંગ
પીળો રંગઃ બીજા દિવસે તમે તમારા ઘરના મંદિરને પીળાં પુષ્પોથી સજાવી શકો છો, અને જો તમે ઈચ્છો તો પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરી શકો છો. હિન્દુ ધર્મમાં પીળો રંગ શિક્ષણ અને જ્ઞાનનો રંગ માનવામાં આવે છે.

સદાચાર, સંયમની વૃદ્ધિ
મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંત ફળ પ્રાપ્ત થાય છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે. બ્રહ્મચારિણી મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પથથી ભટકતું નથી અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારૂ રહે છે તેમજ રોગમાંથી છુટકારો થાય છે.

મનોકામના
જે વ્યક્તિ ભક્તિભાવ તથા શ્રદ્ધાથી દુર્ગા પૂજાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરે છે તેમને સુખ, આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને મન પ્રસન્ન રહે છે. તેમને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી. સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે તથા જીવનની અનેક સમસ્યાઓ તથા પરેશાનીઓનો નાશ થાય છે.
નવરાત્રિના બીજા દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે. માતા બ્રહ્મચારિણીના દૈવીય સ્મરણ માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે.

  • दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु |देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||

મહામાયા યોગશક્તિ પરામ્બિકા તરીકે જેમની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ પૂજા કરે છે, ત્યારે તંત્રશાસ્ત્રમાં પણ મહાશક્તિના યજ્ઞયાગ અને તપસ્યા થકી અનંત સુખની પ્રાપ્તિ થવાનો ભક્તોનો અનુભવ છે. એટલે જ કહેવાયું છે કે, હે જગન્નમયી દેવી આપ આ બ્રહ્માંડને ધારણ કરવાવાળાં છો. આપનાથી જગતનું સર્જન થાય છે, પાલન થાય છે અને કલ્પના અંતે વિલય થાય છે. જિજ્ઞાસુઓ માતાના અપરંપાર મહિમાને જાણવા માટે બ્રહ્માજી રચિત દેવી સ્તુતિમાંથી મહાશક્તિનો મહિમા જાણવા પ્રયત્ન કરતાં રહે છે.