6 અને 7 સપ્ટેમ્બરે અમાસ:ચંદ્રની મહાકળા અમા છે, અમાસના દિવસે ચંદ્ર અને સૂર્ય એક જ રાશિમાં રહે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવાર અને મંગળવારે શ્રાવણ મહિનાની અમાસ છે. 6 તારીખે શ્રાદ્ધ અને 7 તારીખે સ્નાન-દાનની અમાસ છે. હિંદુ પંચાંગનો એક મહિનો બે ભાગમાં એટલે સુદ પક્ષ અને વદ પક્ષમાં વહેંચાયેલો છે. એક પક્ષ 15 દિવસનો હોય છે. સુદ પક્ષમાં ચંદ્રની કળાઓ વધે છે એટલે ચંદ્ર વધે છે. વદ પક્ષમાં ચંદ્ર ઘટે છે અને અમાસના દિવસે તે સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચંદ્રની સોળ કળાઓ ઉલ્લેખવામાં આવી છે અને સોળમી કળાને અમા કહેવામાં આવે છે. આ તિથિએ સૂર્ય અને ચંદ્ર એક સાથે જ રાશિમાં સ્થિત હોય છે. 6-7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર અને સૂર્ય સિંહ રાશિમાં રહેશે.

સ્કંદપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ચંદ્રની એક મહાકળા અમા છે. આ કળામાં ચંદ્રની બધી સોળ કળાઓની શક્તિઓ રહે છે. આ કળાનો ક્ષય અને ઉદય થતો નથી.

અમાસના દિવસે આ શુભ કામ કરી શકો છો-
પિતૃદેવને અમાસ તિથિના સ્વામી માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, ધૂપ-ધ્યાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે. અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે મંત્રજાપ, તપ અને વ્રત કરવાની પરંપરા છે. અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. કોઈ શિવ મંદિરમાં જવુ અને તાંબાના લોટામાં જળ ભરીને અભિષેક કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો.