રવિવાર અને અમાસનો યોગ:આજે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો, જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાનું દાન કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 2 જાન્યુઆરી એટલે આજે માગશર મહિનાની અમાસ છે. રવિવાર અને અમાસના યોગમાં સૂર્યદેવની ખાસ પૂજા કરો. સાથે જ પિતૃઓ માટે પણ ધર્મ-કર્મ કરો. અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાનું ખૂબ જ વધારે મહત્ત્વ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે અમાસના દિવસે મહાલક્ષ્મી માટે પણ પૂજાપાઠ કરવી જોઈએ. રવિવારે સાંજે સૂર્યાસ્ત પછી ઘરના મંદિરમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. તેના માટે કેસર મિશ્રિત દૂધ શંખમાં ભરો અને પછી લક્ષ્મી-વિષ્ણુને સ્નાન કરાવો.

અભિષેક પછી પીળા વસ્ત્ર અર્પણ કરો. હાર-ફૂલ ચઢાવો. મીઠાઈનો ભોગ તુલસીના પાન સાથે ધરાવો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ઘરના મંદિરમાં ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. પૂજા પછી ભગવાન પાસે જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગો.

અમાસના દિવસે બપોરના સમયે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ગોબરના છાણા ઉપર ગોળ-ઘી અર્પણ કરો. હાથમાં જળ લઈને અંગૂઠા તરફથી જળ અર્પણ કરો. આ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરતાં રહો.

હાલ ઠંડીનો સમય છે, એટલે જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાનું દાન કરો. કોઈ ગૌશાળામાં ધન અને લીલું ઘાસ દાન કરો.

ઘરના ફળિયામાં તુલસી પાસે દીવો પ્રગટાવો. મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવો અને ઘરની આસપાસ કોઈ મંદિરમાં ભગવાન સામે દીવો પ્રગટાવીને આરતી કરો.

અમાસના દિવસે ઘરની આજુબાજુ કોઈ તળાવમાં માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો. આ શુભ કામ કરવાથી મનને શાંતિ મળે છે.

માગશર મહિનામાં તલ-ગોળનું સેવન કરવાની પરંપરા છે. તલ-ગોળના સેવનથી શરીરને ઠંડી સામે લડવાની શક્તિ મળે છે.