તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્વ:અમાસ અને ગુરુવારનો યોગ, પિતૃ દેવતાની સાથે ગુરુ ગ્રહ માટે પણ પૂજા-પાઠ કરો

22 દિવસ પહેલા

ગુરુવારે 11 ફેબ્રુઆરીએ પોષ મહિનાની અમાસ છે. તેને મૌની અમાસ પણ કહેવામાં આવે છે. ગુરુવારે આ તિથિ આવવાથી તેનું મહત્વ વધી ગયું છે. અમાસના દિવસે પિતૃ દેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, અમાસે ચંદ્ર દેખાતો નથી. પરંતુ મહા નામની કળાની પૂરી અસર હોય છે. પંડિત મનીષ શર્માના કહ્યા પ્રમાણે, ચંદ્રની સોળ કલાઓ છે અને તેમાંથી સોળમી કળાને અમાસ કહેવાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર એકસાથે એક જ રાશિમાં હોય છે.

આ વિશે સ્કંદપુરાણમાં લખ્યું છે:

अमा षोडशभागेन देवि प्रोक्ता महाकला।संस्थिता परमा माया देहिनां देहधारिणी।।

અર્થ: અમાસે ચંદ્રની મહાકલા હોય છે. તેમાં ચંદ્રની સોળ કલાઓની શક્તિ રહે છે. આ કલાનો ક્ષય કે ઉદય હોતો નથી.

અમાસની તિથિના સ્વામી પિતૃદેવ છે. આથી અમાસ પર પિતૃ તુપ્તિ માટે શ્રાદ્ધ, પૂજા-પાઠ અને દાન કરવાનું મહત્વ છે. અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે મંત્ર જાપ, તપ અને વ્રત કરવાની પરંપરા છે. સ્નાન પછી સૂર્યદેવને જળ અર્પણ કરો અને ऊँ सूर्याय नम:મંત્રનો જાપ કરો.આ દિવસે કોઈ શિવમંદિરમાં તાંબાના લોટામાં જળ ભરો અને શિવલિંગ પર ચઢાવો. ऊँ नम: शिवाय મંત્ર જાપ કરો. હનુમાનજી સામે દીવો કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો.

આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા તલનું દાન કરો. ગુરુ ગ્રહ માટે ચણાના લાડુ શિવલિંગ પર ચઢાવો. ચણાની દાળનું દાન કરો. સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો કરો અને પરિક્રમા કરો. સાંજના સમયે તુલસીને સ્પર્શ ના કરવો જોઈએ. આ વાતનું ધ્યાન રાખવું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો