તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સવ:ગુરુવારે પોષ મહિનાની અમાસ રહેશે, આ તિથિએ મૌન રહેવાની પરંપરા અને તીર્થ દર્શન કર્યા પછી દાન-પુણ્ય કરવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમાસના દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન અને તર્પણ કરો, 12 ફેબ્રુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે

આ સપ્તાહ ગુરુવારે પોષ મહિનાની અમાસ છે અને પોષ મહિનાનો વદ પક્ષ પૂર્ણ થશે. આ દિવસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ તિથિએ મૌન રહીને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મના જણાવ્યાં પ્રમાણે અમાસના દિવસે કોઇ તીર્થમાં દર્શન કરવા જોઇએ. કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરો અને દાન-પુણ્ય કરો.

અમાસ પછી શુક્રવાર, 12 ફેબ્રુઆરીએ ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ જશે. આ નવરાત્રિમાં ગુપ્ત સાધના કરવામાં આવે છે. આ દિવસથી મહા મહિનાનો સુદ પક્ષ શરૂ થઇ રહ્યો છે. આ દિવસોમાં દેવી માતા સાથે જ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરો.

અમાસના દિવસે પિતૃઓ માટે દાન-પુણ્ય અને ધૂપ-ધ્યાન કરો. કોઇ નદીમાં તર્પણ વગેરે શુભ કામ કરો. જરૂરિયાતમંદ લોકોને અને કોઇ મંદિરમાં ધન અને અનાજનું દાન કરો. ગૌશાળામાં લીલું ઘાસ અને ધનનું દાન કરો.

અમાસના દિવસે દેવી લક્ષ્મીનું વિશેષ પૂજન કરવું જોઇએ. આ તિથિએ લક્ષ્મીજી અને વિષ્ણુજીનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. પૂજામાં તુલસી સાથે મીઠાઈનો ભોગ ધરાવો.

મંદિરમાં શિવલિંગનો જળાભિષેક કરો. બીલીપાન, ધતૂરા સાથે જ અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને ઓમ નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઇએ.

હનુમાનજીને તલ અને સિંદૂર ચઢાવો. દીપ પ્રગટાવીને સુંદરકાંડનો પાઠ કરો. જો સમય ન હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો