તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્વ:મંગળવારે અમાસઃ ઘરમાં જ નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવું, પિતૃઓ માટે ધૂપ-ધ્યાન પણ કરવું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમાસના દિવસે પિતૃઓ માટે વિશેષ પૂજા કરવાની પરંપરા છે, આ દિવસે જરૂરિયાતમંદ લોકોને છત્રી અને અનાજનું દાન કરો

મંગળવાર, 11 મેના રોજ ચૈત્ર મહિનાની અમાસ છે. આ તિથિએ પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન કરવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે અમાસ તિથિએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઇએ, આ વર્ષે કોરોનાવાઇરસના કારણે ઘરમાં જ પવિત્ર નદીઓના નામનું ધ્યાન કરીને સ્નાન કરવું. સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી પૂજા કરો. સૂર્યાસ્ત બાદ તુલસી પાસે દીવો પ્રગટાવો.

આ રીતે પિતૃઓ માટે વિશેષ પૂજા કરોઃ-
અમાસ તિથિએ તર્પણ કરવું જોઇએ. તેના માટે એક લોટામાં જળ ભરવું, જળમાં ફૂલ અને તલ મિક્સ કરવાં. ત્યાર બાદ આ જળ પિતૃઓને અર્પણ કરો. જળ અર્પણ કરવા માટે જળ હથેળીમાં લઇને અંગૂઠા તરફથી ચઢાવવું. છાણા પ્રગટાવીને તેના ઉપર ગોળ-ઘી નાખીને ધૂપ અર્પણ કરો. પિતૃઓનું ધ્યાન કરો.

આ વર્ષે કોરોનાવાઇરસના કારણે ઘરમાં જ પવિત્ર નદીઓના નામનું ધ્યાન કરીને સ્નાન કરવું.
આ વર્ષે કોરોનાવાઇરસના કારણે ઘરમાં જ પવિત્ર નદીઓના નામનું ધ્યાન કરીને સ્નાન કરવું.

ભોજનનું દાન કરોઃ-
આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. પોતાની શક્તિ પ્રમાણે કોઇ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજનનું દાન કરો. પોતાની શક્તિ પ્રમાણે અનાજ અને વસ્ત્રનું દાન પણ કરો. તર્પણ જેવા કાર્યો માટે ચાંદીના વાસણનો ઉપયોગ કરવો જોઇએ. ચાંદીના વાસણ આ કાર્યો માટે શુભ મનાય છે. અત્યારે ગરમીનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને છત્રીનું દાન કરવું. જેથી તેમને ગરમીમાં છાયા મળી શકે.

અમાસ તિથિએ તર્પણ કરવું જોઇએ.જળ અર્પણ કરવા માટે જળ હથેળીમાં લઇને અંગૂઠા તરફથી ચઢાવવું
અમાસ તિથિએ તર્પણ કરવું જોઇએ.જળ અર્પણ કરવા માટે જળ હથેળીમાં લઇને અંગૂઠા તરફથી ચઢાવવું

મંગળવાર અને અમાસનો યોગઃ-
મંગળવાર અને અમાસના યોગમાં હનુમાનજીની પૂજા કરવી જોઇએ. હનુમાનજીને સિંદૂર ચઢાવો અને ઓમ એં હનુમતે રામદૂતાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.