• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Amavasya Of The Month Of Agahan On November 23: On This Festival One Gets Virtue By Bathing And Worshiping Ancestors, The Importance Of Peepal Worship

અમાસ:આ પર્વમાં સ્નાન-દાન અને પિતૃઓની પૂજા કરવાથી પુણ્ય મળે છે, પીપળાના ઝાડની પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કારતક મહિનાના વદ પક્ષની અમાસ 23 નવેમ્બરના રોજ છે. આ દિવસે બુધવારનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે તીર્થમાં કે પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરવાથી પુણ્ય મળે છે. અમાસ તિથિએ શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે.

કારતક અમાસ તિથિઃ પંચાંગ પ્રમાણે, કારતક મહિનાની અમાસ 23 નવેમ્બર, બુધવારે સવારે 06.50 વાગ્યાથી શરૂ થશે. જે બીજા દિવસે એટલે 24 નવેમ્બરે સવારે 04.26 સુધી રહેશે.

પિતૃઓનું પર્વઃ આ દિવસે સ્નાન-દાન સાથે પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ વગેરે કરવું ફાયદાકારક હોય છે. કોઈપણ મહિનાની અમાસ પિતૃઓનું તર્પણ, અશુભ દોષ નિવારણ વગેરે માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારતક અમાસ તિથિએ દેવી લક્ષ્મીજીની પણ પૂજા કરવી ખાસ ફળદાયી રહે છે.

અમાસ તિથિએ સવારે પીપળાના ઝાડ ઉપર જળ અને દૂધ ચઢાવો
અમાસ તિથિએ સવારે પીપળાના ઝાડ ઉપર જળ અને દૂધ ચઢાવો

વ્રત રાખવુંઃ કારતક અમાસના દિવસે શક્ય હોય તો વ્રત રાખો અને ક્ષમતા પ્રમાણે, જરૂરિયાતમંદોમાં અનાજ, વસ્ત્ર વગેરેનું દાન કરો. સંધ્યા સમયે પીપળાની નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા અને વ્રત કરવાથી બધી જ કામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ, આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી દરેક પ્રકારના દુઃખ-દર્દથી મુક્તિ મળવાની પણ માન્યતા છે.

મહત્ત્વઃ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવું ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે. ઘરમાં નાહવાના પાણીમાં પવિત્ર નદીઓનું જળ મિક્સ કરીને પણ સ્નાન કરી શકો છો. આ દિવસે કાલસર્પ દોષ, પિતૃદોષ નિવારણ વગેરે માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડની પૂજા કરવાથી કુંડળીમાં રહેલ શનિદોષ નષ્ટ પામે છે
આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડની પૂજા કરવાથી કુંડળીમાં રહેલ શનિદોષ નષ્ટ પામે છે

કારતક મહિનાની અમાસના દિવસે પિતૃ કર્મ

  • ઘરના પાણીમાં તલ રાખીને સ્નાન કરવું
  • આ પર્વમાં ભાત બનાવીને પિતૃઓને ધૂપ આપો.
  • સવારે પીપળાના ઝાડ ઉપર જળ અને દૂધ ચઢાવો
  • પિતૃઓની તૃપ્તિ માટે સંકલ્પ લઈને અનાજ અને જળનું દાન કરો.
  • બ્રાહ્મણ ભોજન કરાવો અથવા કોઈ મંદિરમાં 1 વ્યક્તિ જેટલું ભોજન દાન કરો.
  • બનાવેલાં ભોજનમાંથી સૌથી પહેલાં ગાય પછી કૂતરા અને કાગડા માટે ભોજનનો ભાગ અલગ કાઢવો.