તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્વ:11 મે ચૈત્ર મહિનાની અમાસ રહેશે, આ દિવસે આપેલાં દાનથી પિતૃઓને તૃપ્તિ મળે છે

5 મહિનો પહેલા
  • ઘરમાં જ પાણીમાં તલ અને ગંગાજળ નાખીને સ્નાન કરવાથી તીર્થ સ્થાનનું ફળ મળે છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાની અમાસના દિવસે અનેક પ્રકારના ધાર્મિક કાર્ય એટલે શ્રાદ્ધષ તર્પણ, પૂજા-પાઠ અને દાન કરવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે આ તિથિએ કાલસર્પ દોષ નિવારણ અને શનિદોષ શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. આ પર્વ 11 મે, મંગળવારના રોજ છે.

કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે હિંદુ કેલેન્ડરની ગણનામાં અમાસ ત્રીસમી તિથિ હોય છે. એટલે વદ પક્ષનો છેલ્લો દિવસ અમાસ તિથિ કહેવાય છે. આ તિથિએ સૂર્ય અને ચંદ્રનું અંતર શૂન્ય થઇ જાય છે. આ 2 ગ્રહોની વિશેષ સ્થિતિથી આ તિથિએ પિતૃઓ માટે કરવામાં આવતી પૂજા અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે.

ચૈત્ર અમાસઃ-
ચૈત્ર મહિનાની અમાસ તિથિએ પિતૃઓની વિશેષ પૂજા કરવી જોઇએ. આ પર્વ પર પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઇએ. જો આ બધું કરવું શક્ય ન હોય તો આ તિથિએ પિતૃઓ માટે વ્રત રાખવાનો સંકલ્પ લેવો જોઇએ અને આ દિવસે અનાજ તથા જળનું દાન કરવું જોઇએ. ચૈત્ર મહિનાની અમાસના દિવસે અનેક જગ્યાએ સત્તૂનું દાન પણ આપવામાં આવે છે. જેથી આ અમાસને સતુવાઈ અમાસ પણ કહેવામાં આવે છે.

ચૈત્ર અમાસના દિવસે પિતૃ તૃપ્તિ માટે કર્મ-

  • ઘરના પાણીમાં તલ નાખીને સ્નાન કરો.
  • સવારે પીપળાના વૃક્ષમાં જળ અને દૂધ ચઢાવો.
  • પિતૃઓની તૃપ્તિ માટે સંકલ્પ લઇને અનાજ અને જળનું દાન કરો.
  • બ્રાહ્મણોને ભોજન કરાવડાવો અથવા કોઇ મંદિરમાં 1 વ્યક્તિ જેટલું ભોજન દાન કરો.
  • બનાવેલાં ભોજનમાંથી સવારે સૌથી પહેલાં ગાય, પછી કૂતરા અને છેલ્લે કાગડા માટે અલગ ભાગ કાઢો.