• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Amavasya 2021 | Vaishakh Amavasya 2021 Date Kab Hai Puja Vrat Vidhi; Vaishakh Amavasya Importance (Mahatva) And Snan Dan Significance

11 મે ભોમ અમાસનો સંયોગ:મંગળવારે અમાસના યોગમાં વ્રત-પૂજા કરવાથી મંગળ અને પિતૃદોષ દૂર થાય છે

6 મહિનો પહેલા
  • મંગળવારે સૂર્ય અને ચંદ્ર ભરણી નક્ષત્રમાં રહેશે, આ સંયોગમાં શ્રાદ્ધ અને પૂજા કરવાથી સમૃદ્ધિ વધે છે

જ્યોતિષ ગ્રંથો પ્રમાણે મંગળવારે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં કે એકબીજાની પાસેની રાશિમા રહે ત્યારે ભોમ અમાસનો યોગ બને છે. આ વખતે આ સંયોગ ચૈત્ર મહિનાની અમાસ એટલે 11 મેના રોજ બની રહ્યો છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર એકસાથે ભરણી નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રોનો સ્વામી શુક્ર છે. જેથી આ દિવસે પિતૃઓ માટે કરવામાં આવેલ શ્રાદ્ધ અને પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે મંગળવારે આવતી આ અમાસના દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવામાં આવે તો પરિવારના રોગ, શોક અને દોષ દૂર થઈ જાય છે. મંગળવારે અમાસ હોવાથી આ દિવસે મંગળ દોષથી બચવા માટે વ્રત અને પૂજા કરવામાં આવે છે.

દેવ ઋષિ વ્યાસજીએ ગ્રંથોમાં જણાવ્યું છે કે આ તિથિમાં સ્નાન અને દાન કરવાથી હજાર ગાયોના દાન જેટલું પુણ્ય ફળ મળી શકે છે
દેવ ઋષિ વ્યાસજીએ ગ્રંથોમાં જણાવ્યું છે કે આ તિથિમાં સ્નાન અને દાન કરવાથી હજાર ગાયોના દાન જેટલું પુણ્ય ફળ મળી શકે છે

સ્નાન-દાનનું મહત્ત્વઃ-
ભૌમવતી અમાસના દિવસે સ્નાન, દાન કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ચૈત્ર મહિનો હોવાથી તેનું પુણ્ય વધી ગયું છે. આ દિવસે દાન કરવું સૌથી શુભ માનવામાં આવે છે. દેવ ઋષિ વ્યાસજીએ ગ્રંથોમાં જણાવ્યું છે કે આ તિથિમાં સ્નાન અને દાન કરવાથી હજાર ગાયોના દાન જેટલું પુણ્ય ફળ મળી શકે છે. ભોમવતી અમાસના દિવસે હરિદ્વાર, કાશી જેવા તીર્થ સ્થળ અને પવિત્ર નદીઓમા સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે, પરંતુ મહામારી કે દેશ-કાળ કે પરિસ્થિતિઓ પ્રમાણે આ દિવસે ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તેનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

અમાસ તિથિએ સ્નાન અને દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે
અમાસ તિથિએ સ્નાન અને દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે

શુભ સંયોગમાં સ્નાન-દાનનું અક્ષય ફળઃ-
મંગળવારે અમાસના શુભ સંયોગમાં સ્નાન અને દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્યોદયથી લઇને બપોરે લગભગ 2.50 વાગ્યાના સમયગાળામાં અમાસ તિથિ દરમિયાન સ્નાન અને દાન કરવાનું ખાસ મહત્ત્વ છે. સાથે જ આ સમયે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ. જેથી પિતૃઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઇ જાય છે.

અમાસના દિવસે પિતૃઓ માટે એક લોટામા પાણી, કાચુ દૂધ અને તેમાં તલ મિક્સ કરીને પીપળા ઉપર ચઢાવવું જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. આ પર્વમાં દીપદાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે
અમાસના દિવસે પિતૃઓ માટે એક લોટામા પાણી, કાચુ દૂધ અને તેમાં તલ મિક્સ કરીને પીપળા ઉપર ચઢાવવું જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. આ પર્વમાં દીપદાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે

અનાજ-જળ અને દીપદાનનું મહત્ત્વઃ-
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ચૈત્ર મહિનાની અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવવું જોઈએ. સાથે જ, જળદાન પણ કરવું જોઈએ. આવું કરવાથી સોનાના દાન કરવા જેટલું પુણ્ય મળે છે. સાથે જ, ચૈત્ર મહિનાની અમાસના દિવસે પિતૃઓ માટે એક લોટામા પાણી, કાચુ દૂધ અને તેમાં તલ મિક્સ કરીને પીપળા ઉપર ચઢાવવું જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. આ પર્વમાં દીપદાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.