તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:અમરનાથ ગુફા; આ ગુફામાં ભગવાન શિવજીએ માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના છેલ્લાં દિવસે અમરનાથ ગુફાના દર્શન કરાવીશું
  • આ ગુફામાં માતા સતીના 51 શક્તિપીઠોમાંથી એક છે. અહીં માતા સતીનો કંઠ પડ્યો હતો
  • આ ગુફા લગભગ 4000 મીટર ઊંચાઇએ છે. ગુફામાં શિવલિંગ પ્રાકૃતિક રૂપથી ચોક્કસ સમયગાળા માટે જ બને છે

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. આ સંપૂર્ણ શ્રાવણ મહિનાના 30 દિવસોમાં divyabhaskar.com માં 30 શિવ મંદિરના દર્શન અમે કરાવ્યાં છે. આજે આ લેખમાં ભારતના સૌથી પ્રખ્યાત મંદિર અમરનાથ અંગે અમે જણાવીશું. અમરનાથ મંદિર કે અમરનાથ ગુફા ભગવાન શિવના ભક્તો માટે સૌથી મુખ્ય તીર્થ સ્થાન છે જે ભગવાન શિવજીના પ્રાકૃતિક રીતે બરફથી બનેલાં શિવલિંગ માટે પ્રસિદ્ધ છે. આ ધાર્મિક સ્થળની યાત્રા કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં મુસાફરો આવે છે જેને અમરનાથ યાત્રાના નામે ઓળખવામાં આવે છે. અહીં સ્થિત અમરનાથ ગુફાને તીર્થયાત્રીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે જેના અંગે પૌરાણિક કથા છે કે આ સ્થાને ભગવાન શિવજીએ દેવી પાર્વતીને જીવન અને અનંત કાળનું રહસ્ય જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ગુફામાં દેવી પાર્વતી શક્તિ પીઠ પણ સ્થિત છે. જે માતા સતીના 51 શક્તિપીઠોમાંથી એક છે. અહીં માતા સતીનો કંઠ પડ્યો હતો.

અમરનાથ ગુફાનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે-
અમરનાથ ગુફાનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે. અહીં બરફના પાણીના ટીપા સતત ટપકતા રહે છે, જેથી દર વર્ષે 10-12 ફૂટ ઊંચું શિવલિંગ બને છે. અમરનાથ શિવલિંગની ઊંચાઇ ચંદ્રના વધ-ઘટ સાથે વધતી-ઘટતી રહે છે. પૂનમના દિવસે શિવલિંગ પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે, જ્યારે અમાસના દિવસે શિવલિંગનો આકાર થોડો નાનો થઇ જાય છે. અમરનાથ ગુફાની શોધ સૌથી પહેલાં કોણે કરી હતી, તે સંબંધમાં કોઇ સ્પષ્ટ જાણકારી મળી રહી નથી. એક માન્યતા પ્રમાણે, અનેક વર્ષો પહેલાં આ ક્ષેત્રમાં એક ચરવૈયાને (ઢોર ચરાવનારો) કોઇ સંત જોવા મળ્યાં હતાં. સંતે ચરવૈયાને કોલસાથી ભરેલી એક પોટલી આપી હતી. જ્યારે ચરવૈયો તેના ઘરે પહોંચ્યો ત્યારે પોટલીની અંદરનો કોલસો સોનું બની ગયો હતો. આ ચમત્કાર જોઇને ચરવૈયો આશ્ચર્યચકિત થઇ ગયો અને સંતને શોધવા માટે ફરી તે સ્થાને પહોંચી ગયો. સંતને શોધતા-શોધતા તે ચરવૈયાને અમરનાથ ગુફા જોવા મળી હતી. જ્યારે ત્યાં રહેતાં લોકોએ આ ચમત્કાર વિશે સાંભળ્યું ત્યારે અમરનાથ ગુફાને દૈવીય સ્થાન માનવા લાગ્યાં અને અહીં પૂજા શરૂ કરી દીધી.

આ ગુફામાં માતા સતીના 51 શક્તિપીઠોમાંથી એક છે. અહીં માતા સતીનો કંઠ પડ્યો હતો
આ ગુફામાં માતા સતીના 51 શક્તિપીઠોમાંથી એક છે. અહીં માતા સતીનો કંઠ પડ્યો હતો

બાબા અમરનાથની ગુફા આવી છે-
શ્રીનગરથી લગભગ 145 કિલોમીટર દૂર અમરનાથ ગુફા સ્થિત છે. આ ગુફા લગભગ 150 ફૂટ ઊંચી અને લગભગ 90 ફૂટ લાંબી છે. આ ગુફા લગભગ 4000 મીટર ઊંચાઇએ છે. ગુફામાં શિવલિંગ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રૂપથી ચોક્કસ સમયગાળા માટે જ બને છે. અહીં શ્રીગણેશ, પાર્વતી અને ભૈરવના હિમખંડ પણ બની જાય છે.

અમરનાથ ગુફામાં જોવા મળતા કબૂતરોનું રહસ્ય-
પ્રાચીન સમયમાં આ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું. માતા પાર્વતી સાથે જ આ રહસ્યને શુક (કબૂતર)એ પણ સાંભળ્યું હતું. ત્યાર બાદ તે કબૂતર શુકદેવ ઋષિ સ્વરૂપે અમર થઇ ગયું. ગુફામાં આજે પણ થોડાં શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડ જોવા મળે છે, જેને અમર પક્ષી માનવામાં આવે છે. ભગવાન શિવ જ્યારે પાર્વતીને અમર કથા સંભળાવવા લઇ જઇ રહ્યા હતાં, ત્યારે તેમણે નાના-નાના સાપને અનંતનાગમાં મુક્ત કરી દીધા, માથાના ચંદનને ચંદનબાડીમાં ઉતારી દીધા, અન્ય પિસ્સુઓને(ચાંચડ) પિસ્સૂ ટોપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામના સ્થળ પર છોડી દીધા હતાં. આજે પણ આ બધા સ્થાન અમરનાથ યાત્રા દરમિયાન રસ્તામાં જોવા મળે છે.

આ ગુફા લગભગ 4000 મીટર ઊંચાઇએ છે. ગુફામાં શિવલિંગ પ્રાકૃતિક રૂપથી ચોક્કસ સમયગાળા માટે જ બને છે
આ ગુફા લગભગ 4000 મીટર ઊંચાઇએ છે. ગુફામાં શિવલિંગ પ્રાકૃતિક રૂપથી ચોક્કસ સમયગાળા માટે જ બને છે

અમરનાથ ગુફાની યાત્રા કરવાનો સૌથી સારો સમય-
અમરનાથ ગુફાની યાત્રા કરવાનો સૌથી સારો સમય મે મહિનાથી સપ્ટેમ્બરની વચ્ચે અહીંનું તાપમાન 9-34 ડિગ્રી વચ્ચે રહે છે અને આ સમયે અહીં ખૂબ જ હરિયાળી રહે છે. ઉલ્લેખનીય છે કે ગરમીઓનો સમય પ્રવાસીઓ માટે પીક સીઝન નથી. અમરનાથ ગુફાની યાત્રા દર વર્ષે જુલાઈ અને ઓગસ્ટના સમયગાળામાં શરૂ થાય છે જે મુસાફરો માટે એક આદર્શ સમય છે. ઠંડી દરમિયાન અહીંનું તાપમાન -8 ડીગ્રી ઘટી જાય છે અને ઠંડી સહન કરવી મુશ્કેલ બને છે.

અમરનાથ કેવી રીતે પહોંચી શકાય છે-
બાબા અમરનાથ યાત્રા ઉપર જવા માટેના બે રસ્તા છે. એક પહેલગામથી અને બીજો સોનમર્ગ બાલટાલથી છે. દેશના કોઇપણ ક્ષેત્રથી પહેલગામ કે બાલટાલ પહોંચી શકાય છે. તે પછી પગપાળા યાત્રા કરવાની રહે છે. પહેલગામથી અમરનાથ જવાનો રસ્તો સુવિધાજનક હોય છે. જેનું અંતર 48 કિમી છે. બાલટાલથી અમરનાથ ગુફાનું અંતર 14 કિમી છે, પરંતુ આ માર્ગ મુશ્કેલીઓથી ભરાયેલો છે. આ કારણે મોટાભાગના યાત્રીઓ પહેલગામના રસ્તે અમરનાથ જાય છે.

અન્ય સમાચારો પણ છે...