આ વર્ષ પંચાંગ ભેદને લીધે કેટલીક જગ્યાએ 6 માર્ચે અને કેટલીક જગ્યાએ 7 માર્ચે હોળીકા દહન થશે. હોળી પ્રગટાવ્યા પછી 8 માર્ચે હોળાષ્ટક સમાપ્ત થશે. પ્રહ્લાદની જીતની સાથે જ હોળી નવી ફસલ અને વસંતના આવવાનું પર્વ છે. આ દિવસે સળગતી હોળીમાં અનાજ ચઢાવવાની પરંપરા છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જ્યોતિષમાં હોળી દહનવાળી રાત ઘણી મહત્વની બતાવી છે. આ રાત્રે કરવામાં આવેલી સાધના ઝડપથી સફળ થાય છે. જે લોકો મંત્રજાપ કરવા ઈચ્છતા હોય છે તેમને પોતાના ગુરુ પાસે સલાહ જરૂર લેવી જોઈએ. ગુરુના માર્ગદર્શનથી જ મંત્રજાપ કરશો તો સાધના ઝડપથી સફળ થઈ જાય છે. જાણો હોળી સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ....
શું તમે જાણો છો સળગતી હોળીમાં અનાજ કેમ ચઢાવે?
આ સમયે ખાસ કરીને ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે. પ્રાચીન સમયથી ફસલ ઘરે આવવાના ઉત્સવ મનાવવાની પરંપરા ચાલી આવતી રહી છે. ખેતરમાં તૈયાર થયેલો પાક ઘરે આવાવની ખુશીમાં હોળી પ્રગટાવવાની અને રંગોથી હોળી રમવાની પરંપરા શરૂ થઈ હતી. ખેડૂતો બળતી હોળીમાં નવી ફસલનો કેટલો ભાગ અર્પિત કરે છે. હકીકતમાં જ્યારે પણ કોઈ પાક તૈયાર થઈ જાય છે તો તેમાંથી કેટલોક ભાગ ભગવાનને, પ્રકૃત્તિને ભોગના રૂપમાં ચઢાવવામાં આવે છે. સળગતી હોળીમાં અનાજ ચઢાવવું તે એક પ્રકારનો યજ્ઞ જ છે. આ નવા પાક તૈયાર થવા બદલ ભગવાનનો આભાર માનવાનું પર્વ પણ છે.
વસંતના આગમનનું પર્વ છે હોળી
હોળીના સમયથી જ વસંતઋતુ પણ શરૂ થઈ જાય છે. વસંતને ઋતુરાજ કહેવામાં આવે છે અને આ ઋતુ આવે ત્યારે હોળીના રૂપમાં ઉત્સવ મનાવવાની પરંપરા છે. માન્યતા છે કે પ્રાચીન સમયમાં ફાગણ માસની પૂનમ પર કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા માટે વસંતઋતુને પ્રગટ કર્યો હતો. શિવજીની તપસ્યા ભંગ થઈ ગઈ તો તેમને ગુસ્સામાં કામદેવને જ ભસ્મ કરી દીધો હતો. વસંતઋતુના આગમનથી વાતાવરણ મનમોહક(માદક) બની જાય છે. પ્રાચીન સમયમાં અલગ-અલગ રંગોને ઉડાવીને વસંતઋતુના આગમનનો ઉત્સવ મનાવવામાં આવતો હતો. ત્યારથી હોળી પર રંગોથી રમવાની પરંપરા શરૂ થઈ છે. આ સમયે ફૂલોથી રંગ બનાવવામાં આવે છે.
આ છે ભક્ત પ્રહ્લાદની સંક્ષિપ્ત કથા-
હોળીના સંબંધમાં પ્રહ્લાદ અને હોળીકાની કથા સૌથી વધુ પ્રચલિત છે. પૌરાણિક સમયમાં હિરણ્યકશ્યપુનો પુત્ર પ્રહ્લાદ વિષ્ણુજીનો પરમ ભક્ત હતો. આ વાત હિરણ્યકશ્યપુને પસંદ ન હતી. તેના લીધે તે પ્રહ્લાદને મારવા માગતો હતો. અસૂરરાજ હિરણ્યકશ્યપુએ ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહ્લાદને મારી ન શક્યો હતો. ત્યારે અસૂરરાજની બહેન હોળીકા પ્રહ્લાદને લઈને આગમાં બેસી ગઈ. હોળીકાને આગમાં ન બળવાનું વરદાન પ્રાપ્ત થયું હતું, પરંતુ વિષ્ણુજીની કૃપાથી હોળીકા બળી ગઈ અને પ્રહ્લાદ બચી ગયો. ત્યારથી પ્રહ્લાદની જીતના રૂપમાં હોળીકા દહનનું પર્વ મનાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.