શીતળા માતાનું પર્વ ફાગણ મહિનાના વદ પક્ષની સાતમ અને આઠમના રોજ ઊજવવામાં આવે છે. શીતળા માતાને સાધકોના તન-મનને શીતળ કરવા અને દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરનારી માનવામાં આવે છે. શીતળા માતાની પૂજા અને વ્રત સાતમ અથવા આઠમના રોજ કરવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 24 અને 25 માર્ચના રોજ કરવામાં આવશે.
પૌરાણિક કથા અને મહત્ત્વ
એક સમયની વાત છે, પ્રતાપ નગરમાં ગામના લોકો શીતળા માતાની પૂજા-અર્ચના કરી રહ્યા હતાં અને પૂજા દરમિયાન ગામના લોકોએ ગરમ નૈવેદ્ય માતા શીતળાને ચઢાવ્યું. જેથી દેવીનું મુખ દાઝી ગયું. પરંતુ એક વૃદ્ધાનું ઘર બચી ગયું હતું.
ગામના લોકોએ વૃદ્ધાને ઘરમાં આગ ન લાગવાનું કારણ પૂછ્યું તો જણાવ્યું કે તેણે માતા શીતળાને ઠંડો પ્રસાદ ખવડાવ્યો હતો અને કહ્યું કે મેં રાતે જ પ્રસાદ બનાવીને ઠંડો વાસી પ્રસાદ ખવડાવ્યો. જેથી દેવીએ પ્રસન્ન થઈને મારા ઘરને બચાવી લીધું. વૃદ્ધાની વાત સાંભળીને ગામના લોકોએ તેની પછીના વર્ષે સાતમ/આઠમના દિવસે તેમને વાસી પ્રસાદ ખવડાવ્યો અને માતા શીતળાનું પૂજન કર્યું.
સુખ-સમૃદ્ધિ માટે વ્રત
હિંદુ ધર્મ પ્રમાણે સાતમ અને આઠમ તિથિએ મહિલાઓ પોતાના પરિવાર અને બાળકોની સલામતી માટે અને ઘરમાં સુખ, શાંતિ માટે ઠંડું ભોજન બનાવીને માતા શીતળાને પૂજે છે. માતા શીતળાને કઢી-ભાત, ચણાની દાળ, હલવો, મીઠા વિનાની પુરી ચઢાવવા માટે એક દિવસ પહેલાં જ રાતે જ બનાવી લેવામાં આવે છે. તેના પછીના દિવસે વાસી પ્રસાદ દેવીને ચઢાવવામાં આવે છે. પૂજા પછી મહિલાઓ પોતાના પરિવાર સાથે પ્રસાદ ગ્રહણ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.