તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પિતૃ તીર્થ:બિહાર સાથે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં પણ શ્રાદ્ધનું મહત્ત્વ છે, જેને ત્રિગયા તીર્થ કહેવામાં આવે છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરંપરા પ્રમાણે ગયામાં સિર, ઓરિસ્સાના જાજપુરમાં નાભિ અને આંધ્રપ્રદેશના રાજમુંદરીમાં ગયાસુરનો પગ છે

શ્રાદ્ધ પક્ષ દરમિયાન બિહારના ગયા તીર્થમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવા અનેક લોકો આવે છે. એટલે તેને પિતૃ તીર્થ પણ કહેવામાં આવે છે. આ જગ્યા અંગે વિષ્ણુ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે. આ પુરાણ પ્રમાણે ગયાસુર નામના રાક્ષસે યજ્ઞ માટે ભગવાન વિષ્ણુને પોતાનું શરીર આપ્યું હતું. જેના ઉપર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આજે તેના શરીર ઉપર ત્રિગયા તીર્થ છે. એટલે પિતૃ તીર્થ છે. જ્યાં પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ કરી શકાય છે. પરંપરા પ્રમાણે ગયાસુરના શરીરના મુખનો ભાગ બિહારનું ગયા તીર્થ છે. જેને શિરો ગયા કહેવામાં આવે છે. નાભિવાળો ભાગ ઓરિસ્સાના જાજપુરમાં છે. અહીં પણ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે અને પગવાળો ભાગ આંધ્રપ્રદેશના રાજામુંદરી શહેરમાં છે. ત્યાં પીઠાપુરમ તીર્થ છે. જેને પદ ગયા કહેવામાં આવે છે.

બિહારના ડો. અરવિંદ મહાજનના જણાવ્યા પ્રમાણે સાહિત્યમાં ગયાસુરની સમુદ્ર પરંપરા છે. ઓરિસ્સાના જાજપુર અને રાજામુંદરીના પીઠાપુરમમાં પણ ગયાની જેમ જ પિંડદાન કરવાની પરંપરા છે. પરંતુ ગયાની માન્યતા વધારે છે. ગયાસુરની પરંપરા વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખવામાં આવી છે.

ઇંગ્લેન્ડના પ્રોફેસર એન્ડ્રયૂ સ્ટર્લિંગે પોતાની પુસ્તકમાં ગયાસુક અંગે લખ્યું છે કે, ગયાસુરનો આકાર એટલે મોટો હતો કે, માથું ગયા, નાભિ જાજપુર અને પગ આંધ્રપ્રદેશના રાજામુંદરી સુધી ફેલાયેલાં હતાં. જાજપુર મંદિરમાં એક પવિત્ર કુવો છે, જેને ગયા નાભિ કે બંભી કહેવામાં આવે છે. અહીં હિંદુઓ પોતાના પૂર્વજોની મુક્તિ માટે પવિત્ર પિંડ અર્પણ કરે છે.

બિહારના ગયા સિવાય અન્ય 2 ગયા તીર્થઃ-

નાભિ ગયા, યાજપુર ઓરિસ્સાઃ-
જાજપુર ઓરિસ્સાના ત્રણ પ્રસિદ્ધ સ્થાનોમાંથી એક છે. જાજપુર નાભિ ગયા ક્ષેત્રમાં માનવામાં આવે છે. શ્રાદ્ધ તર્પણ જ અહીંનું મુખ્ય કર્મ છે. કહેવાય છે કે, જ્યારે બ્રહ્માજીના કહેવાથી ગયાસુરે યજ્ઞ માટે પોતાનું શરીર આપ્યું ત્યારે આ જગ્યાએ તેની નાભિ હતી. એટલે તેને નાભિ ગયા તીર્થ કહેવામાં આવે છે. અહીં વૈતરણી નદી છે. વૈતરણી નદીના ઘાટ ઉપર જ મંદિર છે. તેમાં ગણેશ, સપ્તમાતૃકા અને ભગવાન વિષ્ણુના મંદિર છે. વૈતરણી નદી પાર કરીને ભગવાન વરાહના મંદિરમાં જવું પડે છે. આ અહીંનું પ્રાચીન મંદિર માનવામાં આવે છે. ઘાટથી 1 માઇલ દૂર ગરુડ સ્તંભ છે. તેનાથી થોડાં આગળ બ્રહ્મકુંડ પાસે વિરજા દેવી મંદિર છે. આ 51 શક્તિપીઠોમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે દેવી સતીની નાભિ અહીં પડી હતી.

પગદયા, પીઠાપુરમ આંધ્રપ્રદેશઃ-
પીઠાપુરમને મૂળ સ્વરૂપથી પિષ્ટપુરા કહેવામાં આવતું હતું. આ શહેર અંગે સૌથી પહેલાં ચોથી સદી એટલે રાજા સમુદ્રગુપ્તના કાળનું છે. જેમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, તતેણે પિશ્તપુરાના રાજા મહેન્દ્રને હરાવ્યાં હતાં. ચોથી અને પાંચમી સદીના શિલાલેખોમાં વશિષ્ઠ અને મથારા રાજવંશોએ પણ કલિંગના એક ભાગ તરીકે જણાવતાં પિષ્ટપુરા અંગે લખ્યું છે. 7મી સદીમાં ચાલુક્ય રાજા પુલકેશિન દ્વિતીયએ પિષ્ટપુરાને પોતાના રાજ્યમાં જોડી દીધું.

ગ્રંથોમાં પિઠાપુરમ ત્રિગયા ક્ષેત્રમાંથી એક છે અને પગ ગયા ક્ષેત્ર સ્વરૂપમાં પ્રસિદ્ધ થઇ ગયું છે. આ ક્ષેત્ર પવિત્ર દાનવ ગયાસુરના કારણે બન્યું છે. તે રાક્ષસે લોકોની ભલામણ માટે એક મહાન યજ્ઞ કરવા માટે બ્રહ્માજીના કહેવાથી પોતાનું શરીર આપ્યું હતું. આ ભારતનું સૌથી જૂનું અને પ્રસિદ્ધ તીર્થ શહેરોમાંથી એક છે. આ તીર્થ 18 શક્તિપીઠોમાંથી એક છે. આ શહેર કુક્કુટેશ્વર સ્વામી મંદિર, કુંતી માધવ સ્વામી મંદિર, શ્રીપદ શ્રીવલ્લભ મહાસ્નાનમ પીઠમ માટે પણ પ્રસિદ્ધ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો