19 મે, શુક્રવારે મહત્ત્વનો ઉપવાસ દિવસ છે. આ દિવસે અમાસ અને શનિ જયંતી ઉજવવામાં આવશે, આ દિવસે નદી સ્નાન, પૂજા, દાન અને મંત્રોના જાપની પરંપરા છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, વૈશાખી અમાસના દિવસે ઉનાળો તેના સંપૂર્ણ પ્રભાવમાં હોય છે. અમાસના દિવસે પાણી અને છાયાનું દાન અવશ્ય કરવું જોઈએ. પાણીનું દાન એટલે સાર્વજનિક સ્થળે પાણી પીવા માટેનાં પાત્રો મૂકવાં, પ્રાણીઓ અને પક્ષીઓ માટે અનાજ અને પાણીની વ્યવસ્થા કરો. છાયા દાન એટલે છત્રી દાન કરવી. મંદિર કે અન્ય કોઈ સાર્વજનિક સ્થળે વૃક્ષને વાવો અને તેની સંભાળ રાખવાનો સંકલ્પ લો. જાણો અમાસ અને શનિ જયંતી સાથે જોડાયેલી ખાસ વાતો...
અમાસના દિવસે ગંગા, યમુના, શિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન કર્યા પછી નદીના કિનારે જરૂરિયાતમંદ લોકોને ચપ્પલ, કપડાં, અનાજ અને પૈસા દાન કરવા જોઈએ. જો તમે નદીમાં સ્નાન કરી ના કરી શકો તો તમારે તીર્થધામો અને નદીઓનું ધ્યાન કરતાં ઘરે સ્નાન કરવું જોઈએ. આ દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન, શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ. હથેળીમાં પાણી લઈને અંગૂઠાની બાજુથી પિતૃઓને અર્પણ કરો. પૂર્વજોનું ધ્યાન કરો.
શનિ જયંતી
શનિદેવ નવ ગ્રહોના ન્યાયાધીશ છે અને આ ગ્રહ આપણા કર્મોનું ફળ આપે છે. શનિ જયંતી પર પૂજા કરવાથી કુંડળીના શનિ દોષો ઓછા થઈ શકે છે. શનિદેવને તેલનો અભિષેક કરવો જોઈએ. વાદળી ફૂલો અને વાદળી વસ્ત્રો અર્પણ કરો. સરસવના તેલનો દીવો પ્રગટાવો. કાળા તલમાંથી બનેલી વાનગીઓનો નૈવૈદ્ય ધરાવો. શનિના મંત્રનો જાપ કરો 'ઓમ શં શનૈશ્ચરાય નમઃ'. શનિદેવની કૃપા મેળવવા માટે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ. હનુમાનજીના ભક્તો પર શનિ કુટિલ નજર નથી રાખતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.