તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાપર્વ:અક્ષય તૃતીયા 14મીએ, આ દિવસે કરવામાં આવતા દાનથી અક્ષય પુણ્ય મળે છે અને ખરાબ સમય દૂર થાય છે

4 મહિનો પહેલા
  • અખાત્રીજના દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિ વધે છે અને પરેશાનીઓ દૂર થાય છે

સ્કંદ પુરાણ પ્રમાણે વૈશાખ મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મહિનાના સુદ પક્ષની તીજ તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ પર્વ હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે આ પર્વ શુક્રવાર, 14 મેના રોજ ઊજવવામાં આવશે. આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે એટલે તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ પર્વને અખાત્રીજના નામથી જ ઓળખવામા આવે છે. અક્ષય તૃતીયાના દિવસે નવી વસ્તુઓની ખરીદદારી અને સોનાથી બનેલી વસ્તુ કે આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

અખાત્રીજ તિથિઃ-
આ વર્ષે વૈશાખ મહિનાના સુદ પક્ષની તૃતીયા તિથિ શુક્રવાર, 14 મેના રોજ સૂર્યોદય સાથે શરૂ થશે અને બીજા દિવસે શનિવારે સવારે લગભગ 8 વાગ્યા સુધી રહેશે. રોહિણી નક્ષત્રનો સંયોગ પણ શુક્રવારે જ બનવાથી ધર્મગ્રંથો પ્રમાણે 14 મેના રોજ અખાત્રીજ પર્વ ઊજવવામાં આવશે.

અખાત્રીજના દિવસે ગૌ, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ, માટલું, તરબૂચ અને કન્યા કરી શકાય છે
અખાત્રીજના દિવસે ગૌ, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ, માટલું, તરબૂચ અને કન્યા કરી શકાય છે

દાન કરવાથી ખરાબ સમય દૂર થાય છેઃ-
આ શુભ તિથિએ દાન કરવાનું વધારે મહત્ત્વ છે, એવામાં અખાત્રીજના દિવસે પોતાની કમાણીનો થોડો અંશ દાન કરવો જોઈએ. આ દિવસે 14 પ્રકારના દાન કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામા આવ્યું છે. આ દાન ગૌ, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ, માટલું, તરબૂચ અને કન્યા છે. જો આમાંથી કોઇ દાન કરી શકો નહીં તો બધા જ પ્રકારના રસ અને ગરમીના દિવસોમાં ઉપયોગમાં આવતી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ખરાબ સમય દૂર થાય છે.

વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાઃ-
અખાત્રીજના દિવસે નવી વસ્તુઓની ખરીદદારી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસોમાં સોનાથી બનેલી વસ્તુઓ કે આભૂષણ ખૂબ જ શુબ માનવામા આવે છે. આ દિવસે વ્રત રાખીને વિધિ વિધાનથી પૂજા-પાઠ કરવાથી ભગવાન વિષ્ણુજી તથા માતા લક્ષ્મી જ નહીં પરંતુ બુદ્ધિ અને વિદ્યાનું પણ વરદાન મળે છે. માન્યતા છે કે આ દિવસે કુબેર દેવતાએ દેવી લક્ષ્મી પાસેથી ધનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મીએ તેમને ધન અને સુખ-સમૃદ્ધિથી સંપન્ન કર્યા હતાં.